SABARKANTHA

ઉનાળુ વેકેશન પડતાં સાબરકાંઠા ના હિમતનગર માં સાબર સ્ટેડિયમ ખેલાડીઓથી ભરચક

સાબરકાંઠા…

ઉનાળુ વેકેશન પડતાં સાબરકાંઠા ના હિમતનગર માં સાબર સ્ટેડિયમ ખેલાડીઓથી ભરચક…

સાબરકાંઠા જિલ્લાનાં હિમતનગર ખાતે આવેલ સાબર સ્ટેડિયમમાં ખેલાડી ઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન પડતાં લોકો બહાર ફરવા તેમજ ઉનાળું માણવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોય છે. ત્યારે બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવાની સાથે સાથે બાળકો નાનપણ થીજ ખેલકૂદ રમતોમાં પણ આગળ ધપે તેણે લઇ રાજ્ય સરકાર તેમજ જીલ્લા વહીવટી તંત્ર અગ્રેસર રહેતું હોઈ છે. જિલ્લાનાં વડામથક ખાતે આવેલું સાબર સ્ટેડીયમમાં વિવિઘ રમતોમાં બાળકો તેમજ યુવા યુવતીઓને કોચ દ્રારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. સ્ટેડીયમ ખાતે સ્વિંગપુલ પણ આવેલો છે જેમાં ખેલાડીઓને સ્વિમિંગની વિવિઘ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તેમજ Athletic,archari, football,khokho,fensing,swiming તેમજ આરજેડી જેવી વિવિધ પ્રકારની રમતોની ટ્રેનિંગ આપવામાં આવતી હોઈ છે. ત્યારે સ્ટેડીયમ ખાતે રમતોમાં ભાગ લેનારા યુવા યુવતીઓ તેમજ બાળકોને રહેવા જમવાની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે. વહેલી સવારથી બપોર પછી તેમજ સમી સાંજથી રાત સુધી ટ્રેનિંગ કરતા ખેલાડીઓનાં ઉત્સાહ વધારો કરવાં દીવસ રાત કોચ પ્રયત્નશીલ રહેતાં હોઈ છે…

 

વિવિધ રમતોની ટ્રેનીંગ આપતાં કોચ સાથેની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે સાબર સ્ટેડિયમ ખાતે નાણાં બાળકો તેમજ યુવા યુવતીઓ વિવિધ પ્રકારની રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. જે રમતો ખેલાડીઓને સ્ટેડીયમનાં ગ્રાઉન્ડમાં રમાડવામાં પણ આવે છે. અહીંયાં વિવિધ રમતોનાં પુરુષ તેમજ મહિલા કોંચ પણ ફરજ બજાવી રહ્યા છે. જે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલાડી જીલ્લા, રાજ્ય, નેશનલ, તેમજ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સુધી પહોંચે તેવી ટ્રેનિંગ આપી તેમને પૂરતો સહયોગ આપવામાં આવતો હોય છે. તેમજ અમારી હાથનીચે ત્યાર થયેલ ખેલાડી પોતાના પરિવાર, તેમજ સમાજનું નામ રોશન કરી આગળ વધે તેણે લઇ કોચ દ્રારા દીવસ રાત મહેનત કરવામાં આવતી હોય છે…

 

ઉલ્લેખનીય છેકે જીલ્લાના વડામથક ખાતે આવેલ સાબર સ્ટેડિયમ ખાતે બાળકો તેમજ યુવા યુવતીઓ મોટી સંખ્યામાં સવાર સાંજ વિવિધ પ્રકારની રમતોની ટ્રેનિંગ લઈ ખેલાડીઓ પોતે રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તેમજ જીલ્લા રાજ્ય તેમજ નેશનલ કક્ષાએ રમાતી રમતોમાં ભાગ લઈ પોતે આનંદ અનુભવી રહ્યા છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!