KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના વેજલપુર સીએનજી પંપ ખાતે સાત ઈસમો દ્વારા બેઢિયા નાં યુવક ઉપર જીવલેણ હુમલો, સારવાર દરમ્યાન મોત.

તારીખ ૧૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

વેજલપુર પોલીસ મથકે નરેન્દ્રસિંહ જસવંતસિંહ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો મુજબ તેઓ તથા તેઓના મિત્ર રણવીરસિંહ ઉર્ફે તુસ્લો કલ્યાણસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ એમ ત્રણેવ મિત્રો ભૂખી ગામે રાજેન્દ્રભાઈ જાદવ ને ઘરે ઉછીના પૈસા લેવા રણવીરસિંહ ની મોટરસાયકલ લઈને રવિવાર ની રાત્રે આઠ વાગ્યે ગયા હતા અને ત્યાથી પરત વેજલપુર ખાતે ખરસાલીયા ચોકડી પાસે આવેલા સીએનજી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા ઊભા હતા અને ત્યાંથી નીકળ્યા તે સમયે તેમનો મિત્ર અક્ષયકુમાર રમેશભાઈ પરમાર પોતાની ફોર વ્હીલ લઈને ઊભો હતો તેથી તેઓની સાથે વાતચીત કરવા ઊભા હતા તે સમયે રાત્રી ના સવા અગિયાર વાગે વેજલપુરની ધારા હોટલ ચલાવતા પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતસિંહ પટેલ અને શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકી બંન્ને આવેલ અને બોલાચાલી કરી ગાળાગાળી કરતા હતા શૈલેષ પરમાર નાં હાથમાં ભાલો હતો અને તે અક્ષય ની ફોર વ્હીલ કાર ઉપર ઉગામતો હતો તેજ સમયે બેઢિયાં ગામના ગુલાબસિંહ ની મુવાડી મા રહેતા પાંચ ઈસમો જયદીપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ,દશરથસિંહ ઉર્ફે કારો હિંમતસિંહ ચૌહાણ, દિલીપસિંહ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણ,રાજેશભાઈ ઉર્ફે મડઘો કાળુભાઇ ચૌહાણ રે.ર.કા.ની મુવાડી,હાર્દિક ઉર્ફે દીપો હિંમતસિંહ ચૌહાણ પાંચેવ જણા ગાળો બોલી હાથમા વાંસી લઈને આવેલ અને મારી નાખો સાલાઓને તેમ કહીને દોડી આવ્યા હતા જેથી ત્રણેવ મિત્રો મારથી બચવા જીવ બચાવવા દોડ્યા હતા અને છુટા છવાયા પેટ્રોલ પંપ ની આસપાસ દુકાનો તરફ સંતાયા જે પૈકીના રણવીરસિંહ ઉર્ફે તુસ્લો કલ્યાણસિંહ ચૌહાણ સીએનજી પંપ ની ઑફિસ માં સંતાઈ ગયેલ બાકીના બન્ને મિત્રો પંપ ની બાજુની દુકાનો પાછળ સંતાયા જ્યાંથી તેઓએ જોયેલ કે સીએનજી ગેસ પંપ ની ઑફિસ માં સંતાયેલ રણવીરસિંહ ને પાંચેય જણાંએ ઓફિસમાંથી બહાર કાઢી ઢસડી લઈ જઈને હથિયારો વડે મારવા તુટી પડયા હતા ઉપરાછાપરી માથાના ભાગે, શરીરે,હાથે પગે સખત માર માર્યો આ દરમ્યાન બાકીના બન્ને ઈસમો પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતસિંહ પટેલ અને શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકી જેના હાથમા ભાલો હતો તે દુર ઊભા રહીને ગાળો બોલી બુમાબુમ કરતા હતા જેથી બન્ને મિત્રો ત્યાંથી દુર ભાગી ગયા હતા દરમ્યાન પેટ્રોલ પંપ નાં અને આસપાસની દુકાનો નાં માણશો દોડી આવ્યા હતા ૧૦૮ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ રણવીરસિંહ ને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાથી વધુ સારવાર માટે વડોદરા અને ત્યાથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાબતની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે કુલ સાત ઈસમો સામે ગુનો દાખલ કરેલ ત્યારબાદ પ્રાપ્ત માહીતી મુજબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ રણવીરસિંહ ઉર્ફે તુસલો કલ્યાણસિંહ ચૌહાણ નું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. જેથી હત્યાની કલમ પણ ઉમેરાય તેમ છે ફરિયાદ મુજબ ઈજાગ્રસ્ત બનેલ રણવીરસિંહ ને જયદીપસિંહ ની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે રણવીરસિંહ ઉપરાંત પાંચ સામે બળાત્કાર ની ફરિયાદ નોધાવી હતી જેનો કેસ ગોધરા કોર્ટ માં ચાલે છે વધુમા ગત વર્ષે ધુળેટી માં દશરથસિંહ નાં ભાઈ વિજ્યસીહે રણવીરસિંહ સહિત કુલ ચાર સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી જેનો પણ કોર્ટ કેસ ચાલતો હોવાનુ જણાવેલ છે અને આ બનાવોની અદાવત રાખી એકસંપ કરી પુર્વ આયોજીત કાવતરા નાં ભાગરૂપે મારી નાખવાનાં ઈરાદે હૂમલો કર્યો હોવાનુ જણાવેલ છે. સમગ્ર બનાવની તપાસ પીએસઆઈ આર આર ગોહીલે શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!