GUJARATKUTCHLAKHPAT

મુંદરા-બારોઇ નગરપાલિકા ને શહેરીજનોની સુખાકારી માટે વિવિધ સમસ્યાઓ દૂર કરવા માટે નગરપાલિકા અધિનિયમ કલમ ૨૫૩ મુજબ ની નોટિસ પાઠવવા માં આવી.

20-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ

મુન્દ્રા કચ્છ :- ચીફ ઓફીસર તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી મુંદરા-બારોઇ નગરપાલિકા ને સંજય બાપટ તેમજ એડવોકેટ રવિલાલ મહેશ્વરી દ્વારા મુંદરા બારોઇ નગરપાલિકા હદ વિસ્તારના શહેરીજનોની સુખાકારી માટે વિવિધ સમસ્યાઓના સમય મર્યાદામાં નિરાકરણ કરવા માટે નોટીસ પાઠવવા માં આવી હતી જેમાં વિવિધ મુદાઓ ટાકવા માં આવ્યા હતા.મુંદરા બારોઇ નગરપાલિકા હદ વિસ્તારમાં બારોઇ રોડ મુંદરા સીટી તેમજ અન્ય લોકો ની ભીડ ભાળ વારા વિસ્તારોમા જાહેર સોચાલય ની સુવિધા ન હોવા ના કારણે (છે એની સફાઈ ના અભાવે) જાહેર સ્થળો પર ખુબજ ગંદકી નું પ્રમાણ રહેલ છે જેના કારણે ખરાબ વાસ અવવી મચ્છરજન્ય રોગો થવા ના કારણે શહેરીજનો નું આરોગ્ય જોખમાય છે.પાલિકા વિસ્તારમાં જર્જરિત રસ્તાઓ પર ના ખાડાઓ ના કારણે લોકો ને ઓર્થોપેડિક સમસ્યાઓ વાહનો માં નુકસાની હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.શહેરી વિસ્તારમાં રખડતા પશુધન ને કારણે મૃત્યુ થયા છે અસ્થિભંગ ની ઇજાઓ થઈ છે માલ મિલકત ને નુકસાની પણ પહોંચી રહી છે અકસ્માત ના બનાવો બની રહ્યા છે.સરકારી શાળાઓ માં અપૂરતા શિક્ષકો તેમજ મહેશનગર માં વર્ષો થી પ્રાથમિક શાળા તૂટી જતા બાળકો ને અન્યત્ર ભણવા જવું પડી રહ્યું છે.ગોયરસમાં માં એક હેલ્થ સેન્ટર બન્યું છે જે બંધ હોતા ત્યાં ગૈર પ્રવૃતિઓ થઈ રહી છે સીટી માં હોસ્પિટલમાં સ્ટાફ ની ઘટ ટાચા સાધનો વચ્ચે અદ્યતન સરકારી ડ્રોમાં સેન્ટર ની તાતી જરૂરત ઉભી થઇ છે.રહેણાંક વિસ્તારોમા વરસાદી પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો ઘરો માં ભરાવાથી માલ-મિલકત ને નુકસાની તેમજ રોગચાળો થતો જોવા મળે છે.શહેર ના મોટાભાગ ના ઘરો માં નળ થી જળ યોજના બાકી છે પીવાના પાણી ની સમસ્યા છે ઉંચા tds વારુ પાણી બોર માંથી પીવા લોકો મજબૂર છે.સલામતી માટે ફાયર સેફટી તેમજ ગામ માં cctv કેમેરા લગાવેલા નથી,સાર્વજનિક પ્લોટો તેમજ માલિકી ના પ્લોટો માં ઝાડી ઝાખરા ઊગી નીકળેલા હોઈ આવી જગ્યાઓ એ ચોર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો નું આશ્રયસ્થાન બનતું હોય છે.શહેર ની અંદર ઝોખમી જર્જરિત ઇમારતો ઉભેલી છે ગઢ રાંગ બારી દરવાજા પણ અમુક જગ્યાએ જર્જરિત છે જે રાહદારીઓ માટે ઝોખમ તોળાઈ રહ્યું છે.શહેર ની અંદર ના કુદરતી પાણી ના વહેણો પર દબાણ થયેલા છે જે દૂર કરવા માં આવ્યા નથી જે શહેર માટે ઝોખમ ઉભુ કરી શકે તેમ છે.શહેરીજનો ના આનંદ કિલોલ માટે બાગ બગીચા હરવા ફરવા ના કોઈ સ્થળ નથી જેરામસર તળાવ ના તળિયા ની મરામત તેમજ લોકો ત્યાં જઈ બેસી શકે તે માટે ફૂલ ઝાડ,વ્રુક્ષ અનેબાકડા લાઈટીંગ ખાણી પીણી સ્ટોલ ગટર ની સમસ્યાઓ ગટર ના ખુલ્લા ખાડાઓ તેમજ ગટર સાફ કરવા ના સાધનો ના અભાવ ના કારણે સફાઈ કામદારો ને ગંદકી માં ઉતારવાની ફરજ પડાય છે જે પણ ફોજદારી ગુનો બને છે.ઉપરોક્ત વિગતે નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી અને જાન માલ નું રક્ષણ કરવાની ફરજ કલમ-૮૭ મુજબ નગરપાલિકા ની રહેલ છે.તેમજ જાહેર ઉપદ્રવ ની અસર દરેક લોકોને હાનિ પહોંચાડે છે અને દરેક નાગરિકો ને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણમાં રહેવાનો બંધારણીય અધિકાર રહેલ છે.ઉપરોક્ત તમામ સમસ્યાઓના નિરાકરણ કરવાની જવાબદારી નગરપાલિકા ની રહેલી છે. જેથી આ નોટિસ મળેથી ઉપરોક્ત તમામ સમસ્યાઓનો સમયમર્યાદા માં નિરાકરણ કરી તે અંગે ની જાણ અમોને લેખિતમાં કરસો અન્યથા નગરપાલિકા અધિનિયમ ની જોગવાઈ મુજબ નોટિસ ની મુદત પૂરી થતાં અમો જાહેર જનતા ના પ્રતિનિધિ સ્વરૂપે નામદાર કોર્ટ માં તેમજ અપકૃતિય બદલ ફોજદારી જવાબદારી બદલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરસુ જેની સ્પષ્ટ નોંધ લેશો તેવા સબંધ ની નોટિસ ચીફ ઓફીસર અને નગરપાલિકા પ્રમુખ ને પાઠવવા માં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!