GUJARATHIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

સાબરકાંઠા ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ

સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી માટી મારો દેશ થકી રાષ્ટ્ર સ્થળે સૌ સહભાગી થયાં છીએ જે આનંદની વાત છે અને હજી વધુ આ દિશામાં કામગીરી થાય તે અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અસરકારક કામગીરી થાય તે જરૂરી છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા સામે યોગ્ય કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ટીબીના દર્દીની તપાસ સાથે સિકલસેલ એનિમિયા અંગે પણ તપાસ થાય તે અંગે ભાર મુક્યો હતો.

દિશાની બેઠકમાં ગટરના પ્રશ્ર્નો,પંડિત દિન દિયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જનની શિશુ સુરક્ષા યોજના,સરવે કામગીરી, આંગણવાડીના મકાન અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,મધ્યાહન ભોજન, ઉજ્જવલા યોજના, નળ સે જલ યોજના સહિતના વિવિધ વિભાગોની યોજનાની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!