AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

લાકારથી લઈને તબલાવાદક સુધી બધો જ દોર મહિલાઓના હાથમાં હતો.

તા. 8-3-2024 એટલે કે નારી શક્તિ દિવસ નિમિત્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને મહિલા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન રાણીપ ખાતે અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય લોકગીત અને લોક ડાયરા દ્વારા બહેનોને ખૂબ જ મોજ કરાવવામાં આવી હતી અને બહેનોએ આ કાર્યક્રમમાં મોજથી ગરબા પણ ગાયા હતા. અગત્યની વાતો એ છે કે આખા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન કલાકારથી લઈને તબલાવાદક સુધી બધો જ દોર મહિલાઓના હાથમાં હતો.
આ કાર્યક્રમમાં 1500થી વધારે તકવંચિત અને શ્રમજીવી બહેનોને સ્વમાન અને આત્મવિશ્વાસ સાથે જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કોર્પોરેટર શ્રી દીપલબેન પટેલના હસ્તક કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે નવનિર્માણ કોર્પોરેટિવ બેંક ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ ફેડરેશન ઓફ એ લાઈટ કલબ ઓફ ઇન્ટરનેશનલ ના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ પટેલ ની હાજરીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના અંતમાં બહેનોએ સ્વરુચિ ભોજન અને આઈસ્ક્રીમ નો આનંદ માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!