AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં લાંચ લેતા એએસઆઇ રંગે હાથ ઝડપાયાં! પોલીસ કોન્સ્ટેબલ ફરાર થયો!

અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એક લાખ પાંત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાયા

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
લાંચ-રુશ્વતમાં અને હોદા નો દુરુપયોગ કરીને તોડતાડ માં કેટલાક ભ્રષ્ટાચાર માનસિકતા ધરાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ નાં કારણે પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે. તેમ છતાં હજી સુધરવાનું નામ ન લેતા હોય તેમ અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એક લાખ પાંત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે તેનો મદદગાર પોલીસ કોન્સ્ટેબલ છટકાની ગંધ આવી જતાં નાસી છૂટ્યો છે. એસીબી એ બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ અમદાવાદ શહેરમાં રહેતા એક વ્યક્તિને રખિયાલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા જુગાર નો દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મુખ્ય આરોપી સહિત કેટલાક લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ વધુ કાર્યવાહી કરવા માટે તમામને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા ત્યાં આરોપીઓ વિરુદ્ધ જામીન લાયક કેસ નબળો નોંધવા માટે એ.એસ.આઇ. અકબરશા દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇએ દશ લાખ ની લાંચ ની માંગણી કરી હતી. જેમાં રકજક ના અંતે રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર માં ડીલ નક્કી થઈ હતી. પરંતુ આ કેસનો ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં માં જાણ કરી હતી એના પગલે એસીબીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આવેલી ડી સ્ટાફની ઓફિસમાં છટકો ગોઠવ્યું હતું. જેમાં અકબરશા દીવાન રોકડ રકમ રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા અને તે સમયે પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નેં એસીબીના અધિકારીઓ પકડે તે પહેલા રાજુભાઈ નામનો પોલીસ કોન્સ્ટેબલ નાસી છૂટ્યો હતો. એસીબીએ બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!