AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ ત્યારથી જ ભાજપના પેટમાં તેલ રેડાયું: ઈસુદાન ગઢવી

શરૂઆતમાં ભાજપને ઇન્ડિયા નામ સામે પણ વાંધો હતો, એ હદે ભાજપ ડરી ગયું હતું: ઈસુદાન ગઢવી

ભાજપને ખ્યાલ છે કે, જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે તો 26માંથી 26 સીટો ભાજપ જીતી શકશે નહીં: ઈસુદાન ગઢવી

ભાજપ કોશિશ કરી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવે: ઈસુદાન ગઢવી

ગુજરાતની પેટા ચૂંટણી અમે ઈન્ડિયા ગઠબંધન હેઠળ લડીએ તે માટે વાતચીત ચાલી રહી છે: ઈસુદાન ગઢવી

જે સીટો પર ઇન્ડિયા ગઠબંધન લાગુ થયું છે, ત્યાં અમારી વિરુદ્ધ વિરોધના વંટોળ ઊભા થાય અને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનને ડેમેજ કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધન હાલ સીટ શેરિંગના આખરી તબક્કામાં છે. આજ સાંજ સુધીમાં એક મહત્વપૂર્ણ મિટિંગ થશે, ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લગભગ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ ત્યારથી જ ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને એટલા માટે જ ભાજપે એક પછી એક સરકારો પાડવાની અને પક્ષ પલટા કરાવવાની રાજનીતિ શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં તેમને ઇન્ડિયા નામ સામે પણ વાંધો હતો, એ હદે ભાજપ ડરી ગયું હતું. ઇન્ડિયા ગઠબંધન એક થઈને લડે નહીં એ માટે તમામ પ્રયાસો ભાજપે કર્યા.

આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ગુજરાતમાં લગભગ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આજની છેલ્લી મિટિંગ બાદ અમે છેલ્લા નિર્ણય પર પહોંચીશું. દિલ્હીમાં પણ સીટ શેરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપને ખ્યાલ છે કે, જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે તો 26માંથી 26 સીટો ભાજપ જીતી શકશે નહીં. આવો જ ડર દિલ્હીની સાત બેઠકો લઈને ભાજપને સતાવી રહ્યો છે. આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને લઈને કટિબદ્ધ છે અને જો જરૂર પડે તો કેટલીક ચીજો જતી કરવી પડે તો એના માટે પણ અમે તૈયાર છીએ.

ભાજપ હવે બે રણનીતિ અપનાવી રહ્યું છે, તેઓ કોશિશ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવે. ઇન્ડિયા ગઠબંધનથી જ છૂટા પડવા માટે અરવિંદ કેજરીવાલજી પર ઘણું દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી એકલા થઈને ચૂંટણી લડે કારણકે મત વહેંચાઈ જાય. હાલ ઇડીનું સાતમું સમન્સ આવ્યું અને કોર્ટમાં તારીખ પડેલી છે માટે હવે સીબીઆઇએ અરવિંદ કેજરીવાલજીને નોટિસ ફટકારી છે અને CBI અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરે તે રીતની શક્યતાઓ દેખાઈ રહી છે.

અરવિંદ કેજરીવાલજી જેલમાં જવાથી ડરતા નથી. અરવિંદ કેજરીવાલજી આંદોલનમાંથી તૈયાર થયેલા એક વ્યકિત છે, જેઓએ પોતાનું સર્વસ્વ છોડીને આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલજી પહેલા આમ આદમી પાર્ટીના જેટલા પણ મોટા લીડર્સ હતા, તેઓને ખોટા લિકર સ્કેમમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા છે અને હાલ તેમને જામીન પણ મળી રહ્યા નહીં એ હદે ભાજપ કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટીના કોઈ નેતા વિરુદ્ધ કોઈ પણ પુરાવા નથી.

હાલ ગુજરાતમાં જે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે, તેમાં પણ અમે ઈન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડીએ તે માટે વાતચીત ચાલી રહી છે. હાલ બીજી એક વાત એ પણ જાણવા મળી રહી છે કે જે સીટો પર ઇન્ડિયા ગઠબંધન લાગુ થયું છે ત્યાં અમારી વિરુદ્ધ વિરોધના વંટોળ ઊભા થાય અને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનને ડેમેજ કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!