૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ રાષ્ટ્રીય હિંદી દિવસ ના માનમાં ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સમય સવારે 8.00 થી 10.00 વાગ્યા સુધી ઓનલાઈન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો. મુખ્ય મહેમાન મણિલાલ શ્રીમાળી મિલન બાળ કવિ સાહિત્ય કાર અમદાવાદ થી ઉપસ્થિત રહ્યા હતા , સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન દ્વારા કરવામાં આવી હતી બધાં મહાનુભાવો નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર દ્વારા મહેમાન પરિચય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવા માં આવ્યો હતો. કુલ 35 કવિમિત્રો એ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 426 થી ખીચોખીચ ભરેલ હતો ચાલુ કાર્યક્રમમાં સંસ્થા અદયક્ષ દ્વારા ડિજિટલ પ્રમાપત્ર નું વિતરણ કરવામાં આવ્યું. હતું. કાર્યક્રમના અંતે આભારવિધ ફોરમ આર મહેતા દ્વારા કરવામાં આવી હતી. રચના મુકનાર ગુજરાત, ઉત્તરાખંડ. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રગાન ચિત્રાંગના ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારત માતા ની જય નાદ સાથે છુટા પડ્યા.
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર