કાલોલ તાલુકા પંચાયત ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે અધિકારીઓને માહિતીગાર કરી ચુંટણીલક્ષી તાલીમથી સજ્જ કરાયાં
તારીખ ૨૪/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ રોજ યોજાનાર કાલોલ નગરપાલિકાની સમાન્ય ચુંટણી માટે નિમાયેલા ચુંટણી અધિકારી અને જિલ્લા પ્રાંત અધિકારી એન.બી.મોદીની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં ચુંટણી દરમિયાન કરવાની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં ચુંટણી અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓની સત્તા અને જવાબદારીઓ અને ચુંટણીને અનુલક્ષી કાનુની જોગવાઈઓ,ઇવીએમ સહિત આદર્શ આચારસંહિતા નો ચુસ્ત અમલ ઉમેદવારોનાં ખર્ચાઓ અંગે દેખરેખ જેવી બાબતોથી અધિકારીઓને માહિતીગાર કરી ચુંટણીલક્ષી તાલીમથી સજ્જ કરવામાં આવ્યા હતા આ તાલીમમાં કાલોલ નગરપાલિકાના ચુંટણી અધિકારી અને જિલ્લા પ્રાંત અધિકારી ગોધરા એનબી મોદી,કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી જયદીપસિંહ રાઠોડ,કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ સહિત કાલોલ નગરપાલિકાની ચુંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.