GUJARATMULISURENDRANAGAR

મુળી તાલુકાનાં સરલા ગામે ધાર્મિક જગ્યા ઉપર બુલડોઝર ફેરવતુ તંત્ર

જિલ્લા પંચાયત પ્રમુખના ગેરકાયદેસર ચણતરને બાકાત રાખવામાં આવતા ગામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો.

તા.13/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સરલા હનુમાનજી મંદિરના વૃક્ષો પણ ધરાશય કરવામાં આવ્યા હતાં.
ગામજનોમાં હનુમાન ભક્તોમાં રોષ ફાટી નિકળતા અધિકારીઓ એ ચાલતી પકડી, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખના ગેરકાયદેસર ચણતર સહિતના બાંધકામ હટાવવા દબાણ દૂર કરવાનો મામલતદારનો હુકમ છતાં છેલ્લા ૬ મહિનાથી તંત્ર છાવરી રહ્યાનો ગામજનોએ લગાવ્યા આરોપ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના હરિકૃષ્ણ પટેલ અને તેઓના પિતા માજી જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલના ઈશારે ધાર્મિક સ્થળ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ જમીન ઉપર પિતા પુત્રનો ડોળો હોય અને જમીન હડપ કરવાની મેલી મુરાદના કારણે બુલડોઝર ધાર્મિક જગ્યાએ ફેરવવામાં આવ્યું, આ સરકારી જમીન સર્વે નંબર ૧૦૪ માં ધાર્મિક સ્થળ હનુમાનજીની જગ્યા પાસે જ આ બચુભાઈ પટેલ અને હરિકૃષ્ણ પટેલ દ્વારા ૧૧૦૦ વાર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં વર્ષોથી આવેલ છે તેઓનું બાંધકામ ગેરકાયદેસર છે તેમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટીસ આપવામાં આવેલ તેમ છતાં રાજકીય આગેવાનો હોય ભાજપ પ્રેરિત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના બચુભાઈ પટેલ પ્રમુખ તરીકે પાંચ વર્ષ સુધી કાર્યકાળ હોય હાલમાં તેઓના પુત્ર હરિકૃષ્ણ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચાલુ હોય ત્યારે તંત્ર તેઓની સામે કોઈ પગલાં ભરતુ નથી અને ધાર્મિક સ્થળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તે કેટલું વ્યાજબી છે? આ બંને પિતા પુત્રની જોડે સરલા સેવા સહકારી જુથ મંડળીમાંથી એક કરોડ બાર લાખ રૂપિયાની ખેડૂતોના નાણાંની ઉચાપતનો કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ છે અને ખેડૂતોના નાણાં ચાઉં કરી ગયેલા છે રાજકીય ઓથ ના કારણે કેસ આગળ ચાલતો નથી ત્યારે આ સરકારી સર્વે નંબર ૧૦૪ વાળી જમીન ૧૧૦૦ વાર હડપ કરી ગયા છે અને આ હનુમાનજી મંદિરની જમીન હડપ કરવા માટે નું ગોઠવણી પુર્વક સુવ્યવસ્થિત કાવત્રુ ગોઠવી તંત્રને આગળ કરી જમીન હડપ કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને વૃક્ષોને પણ પાડી દેવામાં આવેલ છે ત્યારે હાલ ગામજનો મોટી સંખ્યામાં મુળી ખાતે મામલતદારને રજુઆત માટે ઉમટી પડયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!