AHAVADANG

ડાંગના ડો.જયંતિલાલ.બી.બારીસને રાજસ્થાન ખાતે “વિશ્વ રેકોર્ડ બાબાસાહેબ આંબેડકર કીર્તિ સમ્માન”થી સન્માનિત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મ દિનના અવસર પર દેશમાં પ્રથમ વખત સાહિત્ય જગતમાં ફાળો આપનાર એવા મહાન લેખકો ,સાહિત્યકારો અને કવિઓ માટે “વિશ્વ રેકોર્ડ બાબાસાહેબ આંબેડકર ” સમ્માન માટે દેશના 66 મહાન હસ્તીઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાં ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કેશબંધ ગામના વતની અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી કોલેજમા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી કવિ,સાહિત્યકાર અને લેખક ડો.જયંતિલાલ. બી.બારીસને નિર્ણાયક મંડળ દ્વારા “વિશ્વ રેકોર્ડ બાબાસાહેબ આંબેડકર કીર્તિ સમ્માન” માટે પસંદગી કરવામાં આવી હતી.એટલુંજ નહીં પરંતુ એમને આંતરરાષ્ટ્રીય સ્તર પર 8 અને રાષ્ટ્રીય સ્તર પર 10 એવૉર્ડ મળી ચુક્યા છે .તેમજ તેમનું સાહિત્ય જગતમાં અઢળક યોગદાન રહ્યું છે.તેમના અત્યાર સુધી 11 પુસ્તકો અને 45 આલેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને 500 થી વધારે કાવ્ય રચનાઓ વિવિધ પત્ર- પત્રિકાઓમાં પ્રકાશિત થઈ છે. ડો.જયંતિલાલ. બી.બારીસને આ સમ્માન “ભીમ ઓડિટોરિય હોલ ફડોદ” રાજસ્થાન ખાતે તારીખ 13 અને 14 એપ્રિલે આયોજીત ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો. ડો.જયંતિલાલ. બી.બારીસને ડાંગ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ  મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!