GUJARATNARMADATILAKWADA

તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાન નું સાંસદ ગીતાબેન રાઠવાના અને ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ ના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરાયુ

તિલકવાડા ખાતે તાલુકા પંચાયત ના નવીન મકાન નું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે

તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાન નું સાંસદ ગીતાબેન રાઠવાના અને ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ ના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરાયુ

વસિમ મેમણ / તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકા મથકે 2 કરોડ 09 લાખ ના ખર્ચે બનાવવામાં આવેલ નવિન તાલુકા પંચાયત ભવન નું છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ ના હસ્તે તકતી નું અનાવરણ કરી તથા રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ ની શરૂઆત માં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવાના આવી ત્યાર બાદ પ્રાથમિક શાળાની બળાઓ એ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવો નું સ્વાગત કર્યું. ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયત ના નવીન મકાન નું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપી પૂર્ણ થશે. ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયત નું મકાન તો હતું પરંતુ તે ઘણું જૂનું હોવાથી જર્જરિત હાલતમાં થઇ જવાની કારણે લોક માંગ ને ધ્યાનમાં રાખી ને નવું મકાન મંજુર કરવામાં આવ્યું હતું ત્યારે 2 કરોડ 09 લાખ ના ખર્ચે નિર્માણ પામેલું આ પંચાયત ભવન ખાતે દરેક વિભાગ માટે અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે. સાથે જ વિશાળ કોંફોરર્ન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ નવીન મકાન ના શુભારંભ કાર્યક્રમ માં સંસદ ગીતાબેન રાઠવા / ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ / જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!