DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

અદાણી સોલરને સતત છઠ્ઠા વર્ષે PVEL દ્વારા PV મોડ્યુલ પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) માં ટોપ પરફોર્મર જાહેર કરાયું

 અદાણી સોલરને સતત છઠ્ઠા વર્ષે PVEL દ્વારા PV મોડ્યુલ પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) માં ટોપ પરફોર્મર જાહેર કરાયું

જામનગર (નયના દવે)

: અદાણી સોલારને PVEL’ના (PV ઇવોલ્યુશન લેબ્સ એલએલસી, કિવા ગ્રુપ) પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) હેઠળ ટોપ પર્ફોર્મર તરીકે નવાજવામાં આવ્યું છે. PV મોડ્યુલના પ્રતિષ્ઠિત 9મા વાર્ષિક સ્કોરકાર્ડના આધારે આ સન્માન પ્રાપ્ત કરનાર અદાણી સોલર સતત છઠ્ઠા વર્ષે (2018 થી 2023 સુધી) આ સન્માન પ્રાપ્ત કરનારી ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઉભરી આવી છે.

 

PVEL નો PV મોડ્યુલ PQP PV (ફોટો વોલ્ટેઇક) મોડ્યુલ્સની વિશ્વસનીયતા અને ગુણવત્તાના પરિમાણોનાં ચોકસાઈપૂર્વક પરીક્ષણ માટેનો સૌથી વ્યાપક પ્રોગ્રામ છે, જેના ડેટા અને પરિણામો જાહેરમાં ઉપલબ્ધ છે. નોંધનીય છે કે અદાણી સોલર એકમાત્ર ભારતીય સોલાર ઉત્પાદક છે જેને ઇન-હાઉસ સેલ અને મોડ્યુલ ક્ષમતામાં ટોપ પરફોર્મરનો એવોર્ડ મળ્યો છે.

 

અદાણી સોલરના CEO અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે સતત છઠ્ઠા વર્ષે PVEL ના PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં ટોપ પરફોર્મર એવોર્ડ મેળવતા ગૌરવ અનુભવીએ છીએ. સતત છઠ્ઠીવાર એવોર્ડ મેળવવો એ અમારી સર્વશ્રેષ્ઠ આપવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અમારા ભારતીય બનાવટના સોલર પીવી મોડ્યુલ્સમાં અદ્યતન ઉત્પાદન, પ્રીમિયમ ઘટકો, વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સ માટે શ્રેષ્ઠ ડિઝાઇનનો સમાવેશ થાય છે. અમારા સ્ટેકહોલ્ડર્સ પ્રત્યે કૃતજ્ઞતા સાથે અમે ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને જાળવી રાખીએ છીએ સાથે નવીનતા લાવીએ છીએ, જે અમને ઉદ્યોગમાં બીજાઓથી અલગ પાડે છે.” 

અદાણી સોલરના સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ રાહુલ ભુતિયાનીએ જણાવ્યું હતું કે, “PVELનું PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડ બહુમુલ્ય ટૂલ છે જેનો ઉપયોગ બેન્કો, ડેવલપર્સ અને એન્જિનિયરો પ્રોજેક્ટની વિશ્વસનીયતા અને ટકાઉ ઉત્પાદનોની ખાતરી કરવા માટે કરે છે. અમે માત્ર ઉચ્ચ કાર્યક્ષમતાને જ અનલોક કર્યું નથી પરંતુ અમારી વિશ્વસનીયતા, ગુણવત્તા અને બેંકિબિલિટી અસંબંધિત રહે તેની ખાતરી પણ કરી છે. અમે ભારત સહિત વિશ્વભરમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના મિશનમાં અડગ છીએ.”

PVELના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રિસ્ટન એરિઓન-લોરિકોએ જણાવ્યું હતું કે સતત છઠ્ઠા વર્ષે પીવી મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં ટોચના પર્ફોર્મરની ઓળખ હાંસલ કરવા બદલ અદાણી સોલર ટીમને અભિનંદન. અદાણી સોલરને અમારા રિપોર્ટમાં ફરી એક વાર જોઈને અમને આનંદ થયો અમને આશા છે કે ભવિષ્યમાં કંપનીની ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળશે.”

@__________________

BGB

gov.accre. Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!