DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગર જીલ્લામાં પ્રોટોકોલ યોગ યોજાયા અને લોકોના પીવાના પાણીની પણ ચિંતા થઇ 

જામનગર જીલ્લામાં પ્રોટોકોલ યોગ યોજાયા અને લોકોના પીવાના પાણીની પણ ચિંતા થઇ

જામનગર ( નયના દવે)

યોગ……

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જામનગરના ઐતિહાસિક સ્થળો ઉપર યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો શરૂ કરાઇ 

ધ્રોલના ભુચરમોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ 

 

૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ હોય જેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાના ઐતિહાસિક સ્થળો ઉપર યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. ગત તા.8 મે ના રોજ ધ્રોલ તાલુકાના ભૂચર મોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તાલીમ લીધી હતી અને યોગ કર્યા હતા. 

 

આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી  ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પોલુભા , જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડીડી જીવાણી, મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, આ કાર્યક્રમના જામનગર જિલ્લાના ઓડીટર પ્રીતિબેન શુક્લ, તેમની ટીમ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પાણી ની ચિંતા……….

જામનગર જિલ્લાના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ન રહે તે દિશામાં કામગીરી કરવા કેબીનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બેઠક યોજી

 

મંત્રીશ્રીએ કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા 

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી.

 

આ બેઠકમાં જલ સે જલ યોજના હેઠળ કામગીરી, નાના થાવરીયા, મોડાગામ, વાગળિયા, ભાદરા, નાઘેડી, નવાનાગના ગામે પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અંગે ચર્ચા, ઢીચડા અને વાવ બેરાજા ગામે પાણીનો નવો સંપ બનાવવો, વરણા-જગા-મેડી જુથ યોજનાનું સ્ટેટસ, સચાણા ગામે વસાહતમાં વધારો થયો હોવાથી મોટો સંપ બનાવવા અંગે વિચારણા કરી યોગ્ય આયોજન કરવા અંગે મંત્રીશ્રીએ સૂચનો કરી કામગીરી કરવા જણાવ્યું હતું. 

 

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, પાણી પૂરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦

B.G.B.

gov.accre.JOURNALIST

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!