JUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા આવકાર

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગ્રામજનો દ્વારા આવકાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં નાની મોપણપરી ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ  વિવિધ યોજનાના  લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય ચિકીત્સા શિબીરનો ગ્રામજનોએ  લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
જિલ્લા પંચાયતનાં સદસ્ય સુશ્રી મધુબેન વિરેન્દ્રભાઇ સાવલીયાએ વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા દ્વારા જનકલ્યાની સરકાર દ્વારા અમલી એવી યોજનાઓ અંગે લોકજાગૃતિ કેળવાય અને યોજનાનાં લાભો અંત્યોદય સુધી પહોંચે તેવી સમજ આપી હતી. તાલુકા પંચાયતનાં સદસ્ય અશોકભાઇ માળવીયાએ યોજનાનાં લાભોથી ગામનાં પ્રત્યેક ગ્રામજન મળવાપાત્ર લાભ મેળવી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જણાવ્યુ હતુ. અગ્રણી પરશોતમભાઇ પદમાણીએ રામાયણની ચોપાઇગાન કરી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામિણ વિકાસની જે વણથંભી વીકાસકુચ ચાલી રહી છે તેની જાણકારી આપી હતી.આ પ્રસંગે અગ્રણી પરશોત્તમભાઇ રાખોલીયા, રંજનબેન મકવાણા, ભાવેશભાઇ રાખોલીયા, મનસુખભાઇ વઘાસિયા, ભરતભાઇ મકવાણા, રણછોડભાઇ રાખોલીયા, દાદરનાં સરપંચ હરસુખભાઇ, તાલુકા વીકાસ અધિકારી જોષી, ચાપરડાનાં સરપંચ રણજીતભાઇ તલાટીમંત્રી નિમિષાબેન સહિત ગ્રામજનો રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓનાં હસ્તે ગ્રામપંચાયતમાં જલજીવન મિશન, ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ નાની મોણપરી હોય તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તથા સ્થાનિક ગ્રામ રમતગમત અને કલાક્ષેત્રે આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ખાસ ડ્રોન પ્રદર્શન, સોઈલ હેલ્ડ કાર્ડ અંગે તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વાસ્મો યુનિટનાં નાયબ મેનેજર શૈલેષ પંડીત સહિત ગ્રામપંચાયતનાં હોદેદારઓ, અધિકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!