MAHISAGARSANTRAMPUR

ખાનપુર હત્યા કેસ મામલે દલિત સમાજ આકરા પાણીએ,ખાનપુર ગામ સજ્જડ બંધ,

પ્રેસનોટ…..
અમિન કોઠારી …. મહિસાગર

ખાનપુર હત્યા કેસ મામલે દલિત સમાજ આકરા પાણીએ,

ગામ સજ્જડ બંધ…

 

 

રેલી યોજી આપશે આવેદન

 

મહીસાગર. :  જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધો.12ની વિદ્યાર્થિનીનો ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેળ મળી આવ્યો હતો. કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કંપની ઉઠ્યા હતા. યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આરોપીઓ નહિ પકડાતા દલિત સમાજ તેમજ ખાનપુર ગામના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હત્યાના આરોપીઓ નહીં પકડાતા ખાનપુરના વેપારીઓ દ્વારા બઝાર બંધ રાખવામાં આવી હતી. તમામ બજારો સજ્જડ બંધ પાળી વેપારીઓએ સમર્થન આપ્યું છે.

તો બીજી તરફ આજે દલિત સમાજ દ્વારા રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવશે. જોકે આ આ અગાઉ પણ દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા માહિસાગર જિલ્લા કલેક્ટરને હત્યાના આરોપી જલ્દી પકડી યુવતીને ન્યાય આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સઘન તપાસ કરવા છતાં પણ આરોપી હજુ પકડાયો નથી. હત્યાના આરોપી શોધવા મહીસાગર પોલીસ રાત દિવસ પ્રયાસ કરી રહી છે. ત્યારે યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ આરોપી પોલિસ પકડથી દુર છે. આ મામલે આરોપીને જલ્દી માં જલ્દી પકડી પાડવા રેલી યોજવા આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

શું બની હતી ઘટના =

મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર નામની યુવતી ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક મહી નદીના કાંઠે દરવર્ષે યોજાનારા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે ચંદ્રિકા મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેના ચાર દિવસ વિત્યા બાદ   મહીસાગર નદીની અંદરથી એક લાશ મળી આવી હતી. આ લાશે કોથળામાં બાંધેલી હતી અને નદીમાં ફેંકી દેવાઈ હતી. પોલીસ દ્વારા ગુમ યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી યુવતીના પરિવારજનો એ ત્યાં આવી અને જોતા તેમની દીકરીની લાશ હોય તેવું જણાઈ આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ, LCB તેમજ SOGની અલગ અલગ ટીમો ગુનાને લઈને તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!