MAHISAGARSANTALPUR

મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો

મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લીધો.

રિપોર્ટર
અમિન કોઠારી = મહીસાગર

હાલમાં ચાલી રહેલા ચોમાસાની સિઝનમાં અને સતત વર્ષે રહેલા વરસાદને પગલે મહીસાગર જિલ્લામાં પણ હરિયાલી વધે અને પર્યાવરણનો લાભ જનતા ને મલે તે માટે ના સારા પ્રયાસના ભાગરૂપે મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણનો જતન કરવા માટેનું સંકલ્પ લેવામાં આવ્યો

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના વડુમથક લુણાવાડા ખાતે હોમગાર્ડ કમાન્ડર ભુમિરાજ સોલંકી કાલિકા માતાના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો જેમાં લુણાવાડા નગરની શાન એવા કાલિકા ડુંગર તેમજ કેસરિયા હનુમાન મંદિર ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણના જતન કરવા માટેનો સંદેશો આપ્યો.

 

 

વૃક્ષા રોપણ નો મુખ્ય ઉદ્દેશ ડુંગર ને લીલા સમઘાટ વૃક્ષોની ચાદર થકી ઢાંકવા માટેની પહેલ હોમગાર્ડ કમાન્ડર તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા કરવામાં આવી જેમાં આવનારા દિવસોમાં જિલ્લામાં 15,000 થી વધુ વૃક્ષો રોપી પ્રકૃતિના જતન કરવાની નેમ ઉઠાવવાની હાકલ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!