DEDIAPADANANDODNARMADA

દેડીયાપાડાના ગંગાપુર ગામે પોલીસની રેડમાં કુલ ૧૬ જુગારીઓ સામે ગુનો દાખલ

દેડીયાપાડાના ગંગાપુર ગામે પોલીસની રેડમાં કુલ ૧૬ જુગારીઓ સામે ગુનો દાખલ

બે દિવસ અગાઉ સીઆઇડી ક્રાઈમ ગુજરાત ની દેડીયાપાડામાં જુગાર ધામ ઉપર રેડ બાદ સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી

રાજપીપલા : જુનેદ ખત્રી

દેડીયાપાડાના ગંગાપુર ગામે પોલીસની રેડમાં કુલ ૧૬ જુગારીઓ સામે ગુનો દાખલ કરાયો છે

દેડીયાપાડા પોલીસ મથકમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ ગંગાપૂર ગામની સીમમાં આવેલ નદિના કિનારે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ઝાડ નીચે ચાર્જીંગ બલ્બના અજવાળામાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી-રમાડી આંઠ જુગારીઓ (૧) રમેશભાઇ સીંગાભાઇ વસાવા (૨) નરપતભાઇ મનજીભાઇ વસાવા (૩) વિપુલભાઇ રામાભાઇ વસાવા (૪) રાજેશભાઇ શનીયાભાઇ વસાવા (૫) રાકેશભાઇ રામદાસભાઇ વસાવા (૬) શૈલેષભાઇ હીરાભાઇ વસાવા (૭) અમરસીંગભાઇ પારસીંગભાઇ વસાવા (૮) મહેશભાઇ અંબાલાલભાઇ વસાવા ઝડપાઈ ગયા હતા જેમની અંગઝડતીમાંથી રોકડા રૂ.૭૭૬૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૩૪૭૦/- મોબાઇલ નંગ-૪ કિં.રૂ.૭૦૦૦/- મો.સા.નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા પત્તા પાના મળી કુલ કિં.રૂ.૫૮,૨૮૦/- ના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે ઉપરાંત આરોપી (૧) દિપકભાઇ રતીલાલભાઇ વસાવા (ર) સોહમભાઇ શનીયાભાઇ વસાવા (૩) વિજયભાઇ રામસીંગભાઇ વસાવા રહે (૪) રાજેશભાઇ, રૂપસીંગભાઇ વસાવા (4) રાયસીંગભાઇ મનસુખભાઇ વસાવા (5) મેહુલભાઇ રામજીભાઇ વસાવા (૭) રોહીતભાઇ સોમાભાઇ વસાવા (૮) વિજયભાઇ પારસીંગભાઇ વસાવા રેઇડ દરમિયાન ભાગી જતા વોન્ટેડ જાહેર કરી કુલ ૧૬ જુગારીઓ વિરુધ ગુનો દાખલ કરાયો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!