પ્રાથમિક વિદ્યામંદિર કેવડીમાં 68 મો શાળા સ્થાપના દિન અને વાર્ષિક સંમેલનની ઉત્સાહપૂર્વરીતે ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર,
પ્રિતેશ પટેલ, વાંસદા
વાંસદા તાલુકાના અંતરિયાળ નાનકડા ગામ કેવડીની શાળામાં 68 મો શાળા સ્થાપના દિન અને વાર્ષિક સંમેલનની ઉજવણી પારંપરિક આદિવાસી વાદ્યકાહળ્યા અને તારપાના ધ્વનિથી ગામના ભૂતપૂર્વ શિક્ષક શ્રી કાકડભાઈ એ.પવારના અધ્યક્ષપણા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવીહતી. બાળાઓ મહેમાનો માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય શ્રી પ્રમોદકુમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થી ઓ,ગામનાં યુવાનો,વડીલો દ્વારા મન ગમતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રમુખ શ્રી કાકડભાઈ એ.પવાર દ્વારા શાળાની શરૂઆતની સ્થિતિ અને હાલની શાળાની પ્રગતિની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક મીરાબેન આર. ભાનસી,માજી સરપંચશ્રીઓ,પ્રાંત અધિકારી સાહેબ શ્રી,તાલુકા પંચાયતના સભ્યો,ગ્રામ પંચાયતના સભ્યો,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ , બી.આર.સી.કો.ઓ.હેમંતભાઈ,સરા કેન્દ્રનાસી.આર.સી.સતિષભાઇ,શાળાનો સ્ટાફગણ,શિક્ષકો તેમજ ગામના બાળકો,યુવાનો,વડીલો મોટી સંખ્યામાં હાજર રહી શાળાની પ્રગતિ માટેતત્પરતા દાખવી હતી.શિક્ષક શ્રી દિનેશભાઇ દ્વારા મધુર શબ્દોથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાંઆવ્યું હતું.