CHIKHLINAVSARI

Navsari: નવસારી જિલ્લાનાં ફડવેલ ગામે આખરે દિપડો પાંજરે પુરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાનાં જંગલ વિસ્તાર નજીકનાં ગામોમાં દીપડાઓનું આંતક વધતા જિલ્લાનું વન વિભાગ સફાળો જાગૃત થઇ એક્શન મોડમાં આવ્યું છે. ઠેરઠેર પાંજરા મૂકી પકડવાની કામગીરી હાથ ધરતા આજે દીપડો પાંજરે પુરાયો નવસારી જિલ્લા ફોરેસ્ટ વન વિભાગના ચીખલી રેન્જ વિસ્તારોના ગામોમાં દીપડાઓ આટા ફેરા વધતા ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નવસારી જિલ્લા સહિત ડાંગ જિલ્લામાં પણ ઘણા સમયથી દીપડાઓ હુમલા વધતા લોકોમાં ગબરાહટનો માહોલ સર્જાયો છે.જ્યારે થોડા સમય  અગાઉ ચીખલીના સાદડવેલ ગામમાં દીપડાના હુમલાથી એક યુવતીનું મોત નિપજ્યું હતું જેને પગલે ચીખલી રેન્જ વિસ્તારમાં આવતા જંગલ વિસ્તાર ના ગામોમાં  ચીખલી વન વિભાગ ની ટીમે પાંજરા ગોઠવી હિંસક બનેલા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી જેના પગલે આજે સફળતા મળી હતી.આજે વહેલી સવારે ફડવેલ ગામમાં મુકેલ પાંજારામાં દીપડો પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ચીખલી રેન્જ વિસ્તારનાં ગામોમાં દીપડા દેખાઈ દેતા નોર્મલ વિભાગ દ્વારા જુદા જુદા ગામોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.પંરતુ દીપડો પાંજરે નજીક આવી હાથ તાળી આપી જતો હતો.ગતરાત્રીએ ખોરાક શોધમાં ફડવેલ
<span;>ગામે મૂકવા આવેલા પાંજરામાં મારણ દીપડાએ જોતા તેને પકડવા જતા પાંજરે પુરાયો હતો.વહેલી સવારે ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલ જોતા જાણ વન વિભાગને કરી હતી. ચીખલી વન વિભાગ ટીમે દીપડાનો કબજો મેળવી મેડિકલ કરાવવાનીતજવીજ હાથ ધરવામાં આવી છે. ફડવેલ ગામમાં દીપડો પાંજરે
પુરાતા  ખેડૂતો સહિત સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!