NAVSARI

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવા ચાર રસ્તા પર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન.

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવા ચાર રસ્તા પર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
જુનિયર ક્લાર્કની પાંચ વર્ષ બાદ લેવાનાર પરીક્ષા રદ થતાં આશરે 9.53 વિદ્યાર્થીઓની મહેનત ધૂળધાણી થઇ ગઈ હતી અને અનેક માબાપના સપનાઓ તૂટી ગયા હતાં.એમાંથી સારા પરિણામની આશાએ કેટલાક વિદ્યાર્થીઓએ આખી રાત બસસ્ટેન્ડ પર વિતાવી હતી તો કેટલાંક આજુબાજુમાંથી અથવા સગાસંબંધીઓ પાસેથી ઉધાર માંગી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતાં.આથી વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ,ગમગીની અને નિરાશાઓ જોવા મળી હતી.જેના સંદર્ભે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ પંકજ પટેલ દેગામ,પંકજ પટેલ સાડદવેલ સહિતનાઓના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ રાનકુવા સ્ટેટ હાઈવે જામ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.જેમાં આગેવાનોએ વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને ડામવામાં નિષ્ફ્ળ ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સંસ્થાઓને સંપૂર્ણ વિખેરી નાખી નવેસરથી રચના કરવા,પરીક્ષા અઠવાડિયાની અંદર લેવા અને આરોપીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં કડકમાં કડક કાયદાકીય કરવા અને પીડિત વિદ્યાર્થીઓને માત્ર બસ ભાડુ જ નહીં પણ તમામ ખર્ચો પરત કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે ડો.દિવ્યાંગી પટેલ,નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખભાઇ,ડો.કૃણાલ,ડો.પંકજ, મિન્ટેશ પટેલ,દલપત પટેલ,ઉમેશ પટેલ,વડીલ નાનુકાકા,નટુકાકા, છીબુભાઇ,તન્વી પટેલ,જીતેન્દ્ર,હિરેન,ભાવિન,ભાવેશ નીતા,મનાલી,શીલાબેન,મયુર, જીગર,નિરવ ઢોડિયા રાનકુવા, હિતેશ પટેલ રાનવેરી,પ્રિતેશ, કીર્તન,મિહિર,જતીન સહિત અન્ય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!