GUJARATMULISURENDRANAGARWADHAWAN

મુળી વઢવાણ ધાંગધ્રાના ૩૧ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ

ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે જ સરકાર દ્વારા આંદોલનને તોડવાના પ્રયાસ.!

તા.20/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હાલ એક વાહિયાત ચર્ચાએ જોર પકડ્યું છે કે મૂળી તાલુકામાં સિંચાઇ ના પાણી મુદ્દે ઝડપથી ખાતમૂર્ત થશે.! આવી વાતો કરી સરકાર મારા પ્રિય અમુક સરપંચ અને આગેવાનોને આ સરકાર લોલીપોપ આપી વારંવાર મૂર્ખ બનાવી રહી છે ખેડૂતો વતી સરકારને અમુક સવાલો છે.! કામ ક્યારે ચાલુ થશે એની લેખિતમાં કોઈ બાહેધરી આપવામાં આવી છે ખરા ? જ્યારે પણ સિંચાઇના પાણીનું આંદોલન વેગ પકડે ત્યારે જ લોલીપોપ આપી રહી છે સરકાર.!કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી સરકાર જાહેર કરે.! ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે? કંઈ એજન્સીને કામ આપ્યું છે ? કેટલા સમય માં કામ પૂર્ણ થશે? કંઈ યોજના અંતર્ગત કામ થવાનું છે? આ માહિતી જાહેર કર્યા વગર મુહર્ત થાય તો ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે. ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની ટીમ દ્વારા જે સિંચાઇના પાણી મુદ્દે ગામડે ગામડે મીટીંગો કરી સંગઠન ઉભુ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો આરપારની લડાઈ લડી લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભીંસાયેલી સરકાર સ્થાનિક નેતાને હાથો બનાવી ખેડૂતોને ગેર માર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે.! મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને ધાંગધ્રાના બાકી રહેલા ગામડાના ખેડૂતો પાણી નહિ મળે ત્યાં સુધી લડાઈ ચાલુ જ રહેશે.! ભૂતકાળમાં 2 વખત સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી પણ કામ ન નામે જીરો સાબિત થાય.! હાલ પણ માત્ર ખાતમુહૂર્ત કરી સરકાર ખેડૂતોને લોલીપોપ આપવાના પ્રયાસ કરી રહી હોય એવું લાગે છે જો સાચે જ ખાત મુહર્ત કરે તો.!દુઃખની વાત એ છે કે સરકાર ભીંસમાં આવી છે ત્યારે જ સ્થાનિક આગેવાનોનો ઉપયોગ કરી આંદોલન તોડવાના પ્રયાસ થઇ રહ્યા છે.! સ્થાનિક આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે તમે જસ ખાટવા દોટના મૂકશો.! પાણીની વાત ત્યારે જ સરકાર સાંભળી રહી છે જ્યારે ગ્રાઉન્ડ પર જબ્બર તાકાતથી ખેડૂતો આંદોલનની તૈયારી કરી રહ્યા છે.! કડવી વાસ્તવિકતા આઝાદીના 75 વર્ષ થઈ ગયાં પણ ભાજપના લોકલ કોઈ નેતામાં તાકાત નહોતી કે પાણી માટે ઉગ્ર રજૂઆત કરી શકે.! માત્ર ફોટા પાડવાથી કે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાતો કરી દેવાથી પાણી નથી આવતું.! પાણી પહોંચાડવા માટે આર પારની આખરી લડાઈ લડવા હજુ ઘરે ઘરેથી નીકળવું પડશે.!જ્યાં સુધી છેવાડાના ગામડા સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી રાજુભાઈ કરપડા અને એમની ટીમ સિંચાઈના પાણી મુદ્દે, ખેડૂતોના દેવા માફી મુદ્દે બમણી તાકાતથી લડાઈ આપશે.!આ બાબતે ખેડૂતોને સરકાર દ્વારા વધુમાં એક લોલીપોપ સમાન કામ કરી રહી છે જેમાં હજુ બજેટમાં સમાવેશ પણ કરવામાં આવેલ ન હોય તેવી યોજનાના ખાતમુર્હુત ક‌ઈ રીતે થશે આવા વેધક સવાલો ખેડૂત આગેવાનો ગણપતભાઈ પટેલ નિતીનભાઈ પટેલ રામકુભાઇ કરપડા કીશોરભાઈ સોળમીયા એ ઉઠાવ્યા હતા અને ખેડૂતો કોઈ ખોટી ભરમઝાળમા ફસાઈ નહીં જાય તેમ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!