KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુરમાં આગનો બનાવ: રાત્રિના સમયે પાર્ક કરેલી ચાર ફોરવ્હીલર આગમાં ભસ્મીભૂત.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ વેજલપુરના પ્રભાત કોમ્પલેક્ષ આગળ પાર્ક કરેલ ચાર ફોરવહીલ કાર માં રાત્રીના સમયે અચાનક આગ લાગતા ચાર ફોરવહીલ કાર બળીને ખાખ પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ વેજલપુર ગામે આવેલ હાઇવે ને અડીને આવેલ પ્રભાત કોમ્પલેક્ષ આગળ ડિવાઈડર પાસે લાઈન બંધ પાર્ક કરેલ ચાર ફોરવહીલ કાર માં રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી આગે વિકરાળ રૂપ ધારણ કરતા એક સાથે ચાર કાર માં આગ લાગી હતી જેથી સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરબ્રિગેડ ની એક ગાડી ગોધરા થી આવી પોહચી હતી અને બીજી ફાયરબ્રિગેડ ની ગાડી કાલોલ થી આવી હતી બન્ને ફાયરબ્રિગેડ ની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેમાં ત્રણ વેગનાર અને એક સેન્ટરો ગાડી એમ કુલ ચાર ફોર વહીલ ગાડી માં ભયંકર આગ લાગી હતી જેના કારણે આજુબાજુ ના રહીશો સહિત ગામના લોકો અને ગાડી માલિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરબ્રિગેડ ના જવાનો એ ચાર ગાડી ઉપર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેમાં ચાર ફોરવહીલ કાર બળીને ખાખ થઈ હતી.

Back to top button
error: Content is protected !!