પંચમહાલ એગ્રો ડીલર એસોસિએશન દ્વારા નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર આપ્યું.

તારીખ ૨૮/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા બંધના સંદર્ભમાં પંચમહાલ જિલ્લા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 25/04/2026ના રોજ માનનીય નાયબ ખેતી નિયામક અરવિંદભાઈ સોનારા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જિલ્લાના કૃષિ ઇનપુટ વેપારીઓની લાંબા સમયથી પડતર સમસ્યાઓ જેવી કે ફરજિયાત ટેગિંગ, DBT/POSની જટિલતા સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. AIDA-નવી દિલ્હીના આહ્વાનને પગલે તારીખ 27 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા એક દિવસના પ્રતીકાત્મક બંધ અંગે પણ નાયબ ખેતી નિયામકશ્રીને જાણ કરવામાં આવી હતી.આ આવેદનપત્ર સમગ્ર પંચમહાલ જિલ્લા વતી આપવામાં આવ્યું છે, જેની જાણ જિલ્લાના એગ્રો એસોસિએશનમાં સામેલ તમામ વેપારી મિત્રોને કરવામાં આવી છે.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ પટેલ, મિતુલભાઈ પટેલ, સુનીલભાઈ ચાવડા, સુનીલભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








