AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવાનાં બંધારપાડા ખાતે વિધવા મહિલાની છેડતી કરનાર ચાર સામે પોલીસ ફરિયાદ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના આહવાના બંધારપાડા ખાતે આવેલ તળાવના પશ્ચિમી કિનારે એક વિધવા મહિલાની ચાર જેટલા વ્યક્તિઓએ છેડતી કરી હતી.તેમજ વિધવા  મહિલાના કપડા ફાડી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે  સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.મૂળ રાજસ્થાન ખાતે રહેતી 35 વર્ષીય વિધવા તેના માતા-પિતા અને બે દિકરાઓ સાથે ડાંગ દરબાર મેળામાં રમકડા વેચવા માટે આવી હતી. ત્યારે ડાંગ દરબારનો મેળો પૂર્ણ થતાં તા.25/03/2024ના રોજ સવારે વિધવા મહિલા  કુદરતી હાજતે જવા માટે તળાવના બાજુમાં આવેલ કાચા પગદંડી વાળા રસ્તેથી જંગલ તરફ ગઈ હતી.ત્યાંથી પરત ફરતી વેળાએ  રસ્તામાં મેળામાં રમકડા વેચવા આવેલ તેમના હમવતની  માનસિંહ લટુર બાગરીયા, ધનપાલ સ્યોરાજ બાગરીયા, મુકેશ શ્યોરાજ બાગરીયા, ( ત્રણેય રહે.બીહારપુરા, તા, કરવર, જી. બુંદી  રાજસ્થાન )  તથા રણવીર મોતીલાલ બાગરીયા (રહે. ગામ સુડવી, તા.દેઈ, જી.બુંદી, રાજસ્થાન)  એ તેણીને રસ્તામાં મળેલ અને વિધવાને કહેલ કે, ” તારો પતિ ગુજરી ગયેલ છે અને તુ એકલી છે તો અમને તારી સાથે શરીર સુખ માણવા દે.” જે વાતને વિધવા મહિલાએ નકારી દીધી હતી.ત્યારે આ ચારે નરાધમોએ તેણીને પકડી લીધેલ હતી.તેમજ તેણીના કપડા ફાડી નાખ્યા હતા અને તેણી પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરવામાં આવી હતી.જોકે બુમાબુમ થતા વિધવાના માતા – પિતા ત્યાં દોડી આવ્યા હતા.અને પછી આ ચારેય ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા.અને જતા જતા વિધવા તથા તેના પિતાજીને ધમકી આપેલ કે ” જો તમે પોલીસમાં ફરીયાદ આપશો તો તમને બધાને જાનથી મારી નાખીશુ.આ  ચારેય જણા તેમના વતનના ખુબજ માથા ભારે ઇસમોની છાપ ધરાવતા હોય અને તેઓએ બોલેલ બોલ પાળે તેવા હોય જેના કારણે વિધવા તથા તેના માતા-પિતા ખુબ જ ડરી ગયા હતા.અને ભારે મુસીબતથી  બચી –  છુપાઈ આહવાથી બસમાં બેસી વિધવા  મહિલા વતન પહોંચી હતી. ત્યા પણ આ ચારેય ઈસમો  દ્રારા અને તેમના સાગરીતો દ્રારા અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.જે બાદ વિધવા મહિલાએ વતનના પોલીસ સ્ટેશનમાં અરજી ફરીયાદ કરી હતી.જે  અરજી ફરીયાદ તેણીના વતનથી અહીં આહવા ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ છે.જેને લઇને મહિલાએ તા.11/04/2024ના રોજ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!