JETPURRAJKOT

ગૌ-ટેક ૨૦૨૩’નું અનેરુ આકર્ષણ એટલે રાજકોટ જિલ્લાના યુવા એન્જીનિયરે ગાયના ગોબરમાંથી તૈયાર કરેલા પ્રાકૃતિક પેઈન્ટ….

તા.૨૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઈકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરીયલ, ગરમી પ્રતિરોધક, ઝેરી રસાયણો વગરનો અને વ્યાજબી કીંમતે મળતા કુદરતી રંગો

પાણીથી ધોઇ શકાય તેવા, પાણી અવરોધક અને ટકાઉ કલર દિવાલ પર લગાવ્યા પછી ફકત ૪ થી ૬ કલાકમાં સુકાઇ જાય, પસંદગી પ્રમાણેના કલર કોમ્બિનેશન્સ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ થઈ ગયો છે. ત્યારે ગોબરધન અને પશુધન માટે અને તેમના નકામા કચરામાંથી તૈયાર કરાયેલા સંશોધનો અને સંસાધનો આશ્ચર્યચકિત કરી દે એવા છે. આવું જ એક ઉત્પાદન છે, ગોબરધનમાંથી તૈયાર કરાયેલા પ્રાકૃતિક પેઈન્ટ….

આ ટેકનોલોજી પર કામ કરીને ગોબરધનમાંથી પેઈન્ટ બનાવનારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજપુર ગામના યુવા એન્જિનિયર આશિષ વોરા કહે છે કે, ઘણા બધા યંગસ્ટર્સ અથવા યુવા મિત્રો ગાય ભેંસના ગોબરથી દૂર ભાગતા હોય છે. પણ તેમાં રહેલી ઊર્જા ખૂબ જ અદભુત છે. આપણા દેશમાં દરેક ગામડામાં એક તો ગૌ સંસ્થા હોય જ છે.જેની સાથે મળીને યુવાનો રીસર્ચ કરે તો, ગોબર ઈકોનોમીને ગ્લોબલ ઈકોનોમી તરીકે વિકસીત કરી શકવાની પુરી સંભાવનાઓ રહેલી છે. આના થકી દૂધ ન આપતા પશુઓને કતલખાને મોકલવાને બદલે તેના ગોબરનો ઉપયોગ કરીને એ પશુઓને એક નવું જીવન આપી શકાય છે.

વધુમાં આશિષ કહે છે કે, ગોબરમાંથી પેઈન્ટ બનાવવાની તાલીમ એક વર્ષ પહેલા મેં ખાદી ઇન્ડિયા તરફથી જયપુર ખાતે મેળવી છે. પાંચ દિવસની આ ટ્રેનિંગમાં ગોબરમાંથી પેઈન્ટ કેવી રીતે બનાવવો તે શીખ્યો છું પછી વડાપ્રધાનશ્રી મોદીજીની પરિકલ્પના મુજબની દેશને જોબ સિકર નહીં, પરંતુ જોબ ગીવરની જરૂરિયાતને મે મારી પ્રાથમિકતા બનાવીને રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ પ્રાકૃતિક પેઈન્ટ બનાવવાનું ચાલુ કર્યું અને મારા સ્ટાર્ટ અપને નિરાલી પેઈન્ટ્સ નામ આપ્યું છે.

હાલ અમારો પ્લાન્ટમાં પ્રોડક્શનની દ્ષ્ટિએ નાનો છે, છાણમાંથી પ્રતિ દિવસ ૨૦૦ લીટર પેઈન્ટ બનાવી શકીએ છીએ. અમારા ખેતરમાં ૧૦ ગાયો રાખી છે જેનું ભરણપોષણ કરીએ છીએ તેના ગોબરમાંથી જ અમે ઉત્પાદન કરીએ છીએ. ક્યારેક અમારે ગોબર ઘટે તો આસપાસની ગૌશાળામાંથી ગોબરની ખરીદી કરીને પ્રોડક્શન કરીએ છીએ. ગૌશાળાના ગોબરનો ભાવ નક્કી કરવાથી ગૌશાળાઓને પણ નિશ્ચિત આવક થઈ શકે જેનો ઉપયોગ ગાયોના નિભાવ માટે કરી શકાય.

અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે હાલ અમે એક ટકા રકમ ગૌધનના નિભાવ માટે આપીએ છીએ. ભવિષ્યમાં આ રકમમાં અમે વધારો કરીશું. લોકોને અનુરોધ કરીએ છીએ કે, અન્ય રંગોની સરખામણીએ આ રંગો ઈકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરીયલ, ગરમી પ્રતિરોધક, ઝેરી રસાયણો વગરનો અને વ્યાજબી કીંમતે મળે છે તેનો ઉપયોગ કરીને ગૌધનની જાળવણી કરીએ.

એક અંદાજ મુજબ દેશમાં રંગોનું માર્કેટ ૬૦ હજાર કરોડનું છે, જ્યારે પ્રાકૃતિક રંગોનું માર્કેટ ૨% કરવાનો પ્રયાસ છે. ઈકો ફ્રેન્ડલી “ખાદી પ્રાકૃતિક કલર” એ દિવાલો (અંદર-બહાર)અને ફલોર (ભોંયતળીયા) ને ગાયના ગોબરથી લીંપણ કરવાની જુની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પહેલ છે. પ્રાચીન કાળથી પ્રચલિત જૂની પધ્ધતિઓને આધુનિક ઉત્પાદનોમાં પુનઃનિર્માણ કરીને પ્રાકૃતિક કલર બનાવવામાં આવેલ છે. આ કલરનો મુખ્ય ઘટક ગાયનું ગોબર છે જેમાંથી ગાયના ગોબરને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરીને ડિસ્ટેમ્પર અને ઈમલ્સન કલર તૈયાર કરેલ છે. દિવાલ માટે એક આદર્શ રક્ષણાત્મક કવચ તૈયાર કરે છે. આ કલર પાણીથી ધોઇ શકાય તેવો (Washable), પાણી અવરોધક (WaterProof), અને ટકાઉ (Durable) છે અને દિવાલ પર લગાવ્યા પછી ફકત ૪ થી ૬ કલાકમાં સુકાઈ જાય છે. પસંદગી પ્રમાણેનો કલર કોમ્બિનેશન મુજબ વિક્સિત કરેલો આ પ્રાકૃતિક કલર” KVIC (ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ) અને નેશનલ ટેસ્ટ હાઉસ-મુંબાઈ, શ્રીરામ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ, ન્યુ દિલ્હી અને નેશનલ ટેસ્ટ હાઉસ, ગાઝીયાબાદ જેવી નામાંકિત અને સ્ટાન્ડર્ડ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!