GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી: ઘુસરના વિક્રમ ભરવાડને બે વર્ષ માટે સાત જીલ્લામાંથી તડીપાર કરાયો.

તારીખ ૨૩/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન તથા વહન કરવા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ વેજલપુર પોલીસે કડક કાર્યવાહી કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે.વહુનિયા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૨ ગુન્હાઓના આધારે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ) હેઠળ આ દરખાસ્ત મોકલવામાં આવી હતી.ગોધરા પ્રાન્ત કચેરીના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એન.બી. મોદી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.જેમાં વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ (ઉં.વ. ૩૧)રહેઠાણ: નિશાળ ફળીયુ, ગામ- ઘુસર, તા. કાલોલ, જી. પંચમહાલ ને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા છે. હુકમના આધારે વેજલપુર પોલીસ સ્ટાફે વિક્રમ ભરવાડને બોટાદ જિલ્લા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!