SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

ગુજરાત ફરી થયું શર્મસાર ૪ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યુ

સુરતમાં ફરી શરમજનક ઘટના સામે આવી

સુરતમાં ફરી શરમજનક ઘટના સામે આવી છે. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમતી બાળકીનું અપહરણ કરી જવાયું હતું. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જેમાં તપાસ કરતાં આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપીએ ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ.ઈન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે કહ્યું કે, ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે 4 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સહિતની તપાસમાં માસૂમ ચાર વર્ષની બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઘર નજીકથી ગૂમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકી જોડે અઘટિત ઘટના બની હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં અજાણ્યો ઇસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જે શખ્સ સીસીટીવી કેમેરામાં થયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ (ઉ.વ.આ.29) શિરસા કાનપુરને ઝડપી લેવામાં આવ્યો હતો. નરાધમ છેલ્લા 10 વર્ષથી એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરે છે. ગતરોજ તે પંડોળમાં ફરતો હતો. આ દરમિયાન બાળકી રમતી જોઈ ચોકલેટની લાલચે અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી રડતા તેને છોડી મૂકીને નાસી ગયો હતો.

આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે. સાથે જ કાયદાના જાણકારોની મદદ લઈને ઝડપથી આરોપીને આકરામાં આકરી સજા મળે તે પ્રકારની દિશામાં કામ કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!