SABARKANTHAVIJAYNAGAR

દઢવાવ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા કપિરાજને મળ્યુ નવું જીવન

દઢવાવ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા કપિરાજને મળ્યુ નવું જીવન

*************

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનાં દઢવાવ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા કપિરાજને નવું જીવનદાન મળ્યુ છે.

વિજયનગર તાલુકાના કોડીયાવાડા બેઝ લોકેશન ખાતે દસ ગામ દીઠ ફરતા દવાખાનાં ૧૯૬૨ કાર્યરત છે. ફોરેસ્ટ વિભાગની ટીમ પી.પી. જાલા, સુરેન્દ્રસિંહ, કૃષ્ણસિંહ અને જૈમિન ભાઈને રસ્તામાં કપિરાજ ગંભીર રીતે ઘવાયેલાં જોવા મળ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ દ્વારા તુરંત રાજ્ય સરકારની ૧૯૬૨ પશુ હેલ્પલાઇન પર ફોન કરતા ડૉ. મયંક પ્રજાપતિ અને પાયલોટ કમ ડ્રેસર મહેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી કપિરાજની સારવાર કરી નવું જીવનદાન આપ્યું હતું.

વન વિભાગના કર્મચારીઓ દ્વારા પશુ હેલ્પલાઇન ૧૯૬૨ની તાત્કાલિક સેવા બદલ ફરતા પશુ દવાખાનાં તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર જનતાને પશુઓ માટેની આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!