VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી કરાય

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી

— પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું હોવાથી યોગા- મેડીટેશન ઉપયોગીઃ ડો. રાધિકા ટીક્કુ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩ ઓગસ્ટ

મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, રમત-ગમત વિગેરે ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુસર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી તા.૭/૮/૨૦૨૩ સુધી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે “બેટી બચાવો ,બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેથી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયાસો તથા દિકરી જન્મે તે માટેના પ્રોત્સાહન આપવા માટે તેમજ દિકરા-દિકરી એક સમાન સુત્રને સાર્થક કરવા માટે ભાર મુક્યો હતો. ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. રાધિકા ટીક્કુએ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું સ્થાન ઉચ્ચ હોવાનું જણાવી આજના સમયમાં પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહેલ હોવાથી યોગા મેડીટેશન વિગેરે ઉપર ભાર મુકવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પી.પટેલ દ્વારા PCPNDT  વિશે અને ઉમરગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલ દ્વારા PCPNDT સંલગ્ન કાયદાકીય જોગવાઇઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અસ્તિત્વ મહિલા સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન દેસાઇએ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક આગળ વધવા અને દિકરીઓને વધાવવા માટે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતુ. આર.સી.એચ.ઓ ડો.એ.કે સિંગે આર.કે.એસ.કે પ્રોગ્રામ વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા રંજનબેન પટેલ તથા મહિલા અને બાળ વિભાગ, દહેજ પ્રતિબંધક વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમત- ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ બદલ ટ્રોફી તથા વ્હાલી દિકરી યોજના અંતર્ગત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. હરિયા પ્રા.આ.કેન્દ્રના ડો. અંજના પટેલે આભારવિધિ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!