BHESANAJUNAGADH

પરબધામ ખાતે પૂજય સેવાદાસબાપુની ૪૦મી પુણ્યતિથી નિમિત્તે દિવ્ય ચેતના મહોત્સવ યોજાશે

૧૪૦ મુર્તિની રથયાત્રાનો જેતપુરથી પ્રારંભ થશે : ૧૦૦ ટ્રેક્ટર, રથ, બગીની વાજતે ગાજતે પરબધામ સુધીની શોભાયાત્રા ઉપર હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ થશે

મુખ્યમંત્રી સહિતના પ્રધાન મંડળને નિમંત્રણ વિશાળ જ્ગ્યામાં યોજાનાર મહોત્સવમાં માનવ મેરામણ ઉમટશે અસંખ્ય સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ભેસાણ પાસે આવેલ પરબ વાવડી જે ભારત ભરમાં ખ્યાતી પામેલ છે ૩૫૦ વર્ષ પુરાણી જગ્યા પરબધામ કે જયાં અઢારે આલમ એક પંગતે બેસી પ્રસાદ લ્યે છે. આ જગ્યાનું અનેરૂ ધાર્મિક મહત્ત્વ લોકોમાં છે. મુખ્ય મંદિરને ફરતે મુર્તીઓની પ્રતિષ્ઠા કરવાનો કાર્યક્રમ યોજાનાર હોય જે અંર્તગત રાજસ્થાનમાં બનેલ ૬૪ ભૈરવજી, ૬૪ યોગીનીજી, સત સરભંગ રૂપી, સપ્ત રૂષી, દિગપાલજી મળી કુલ ૧૪૦ મુર્તિઓ આગામી તા. ૬, એપ્રિલ ગુરૂવાર ના રોજ હનુમાન જયંતિના દિવસે આવનાર હોય. આ પ્રસંગે પરબધામ ખાતે બે દિવસનો તા.૬, એપ્રિલ અને તા.૭, એપ્રિલ ના રોજ દિવ્ય ચેતના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંર્તગત ઐતિહાસીક રથયાત્રા, જેતપુર ખાતેથી નીકળી પરબધામ પહોંચશે,
જેતપુર-નવાગઢ, નવાગઢ ખાતે આવેલ પાદરીયાવાડી થી તા. ૬,એપ્રિલ ના રોજ સવારે ૭-૦૦ કલાકે રથયાત્રા પ્રારંભ થશે. આ પ્રસંગે પરબ ધામના મહંત કરશનદાસબાપુ,તથાતોરણીયા ધામ વાળા રાજેન્દ્રદાસબાપુ ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી, આર્શીવચન પાઠવી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. સંતો, મહંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રામાં જોડાશે. રથયાત્રામાં ૧૦૦ કેપ્ટન ટ્રેકટર, રથ, બગી, બળદગાડા, ડી.જે. સહીત એક કિલો મીટરથી પણ લાંબી રથયાત્રા શહેરના મુખ્ય તીનબતી ચોક, સરદાર ચોક, અમરનગર રોડ, ચાંપરાજપુર, બોરડી સમઢીયાળા, રણુજા (ગોલીડા) ખાતે બપોરે પ્રસાદ લેશે. આ રથયાત્રા ઉપર કરશનદાસબાપુ હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરશે.
રથયાત્રાનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક સામાજીક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાગત કરાશે. બપોર બાદ શોભાયાત્રા ખારચીયા, ભેડા પીપળીયા, દેવકીગાલોલ, પરબવાવડી થઇ સાંજે પરબધામ ખાતે પહોંચશે. જયાં ૫૧ બાળાઓ દ્વારા પરંપરા મુજબ માથે કળશ ધારણ કરી રથયાત્રાનું સામૈયુ કરી સ્વાગત કરશે. આ મહોત્સવમાં લાભ લેવા જેતપુર, રાજકોટ, સુરત, અમદાવાદ, જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભર માંથી સેવકો ઉમટી પડશે.
અંદાજે ૩૦ હજારથી પણ વધુ લોકોની વ્યવસ્થા માટે બે હજાર જેટલા સ્વયં સેવકો સેવા આપશે. તા. ૭, એપ્રિલ ને ગુવાર ના રોજ પૂજ્ય સેવાદાસબાપુની ૪૦ મી પુષતિધિ હોય, આ પ્રસંગે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખ્યાતનામ કલાકારો કરશનભાઇ સાગઠીયા, વિદુરભાઇ આહીર, ભગવતીબેન ગોસ્વામી, રમેશભાઇ સુરદાસ તેમજ હાસ્ય કલાકાર મનસુખભાઇ વસોયા પોતાની કલા પીરસશે.
આ દિવ્ય ચેતના મહોત્સવ અંર્તગત ૧૪૦ મુર્તિ રથયાત્રા અને પૂજય સેવાદાસબાપુની પુણ્યતિથી નીમિત્તે યોજાયેલ સંતવાણીનો લાભ લેવા-પઘારવા તમામ ધર્મપ્રેમી લોકોને પરબધામ તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!