JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢના ૧૪ ગામોને માથા દીઠ ૭૦ ના બદલે ૧૦૦ લીટર પાણી મળશે : ધારાસભ્ય સંજયભાઈ કોરાડીયા

માખીયાળા ગામમાં સંપ પાણીની પાઈપ લાયનના કામનું ધારાસભ્યએ ખાતમુર્હત કયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તાલુકાના માખીયાળા ગામે ધારાસભ્ય સંજયભાઈ કોરાડીયાએ સંપ તેમજ પાણીની પાઈપ લાઈનનું ખાત મુર્હુત કર્યુ હતુ આ યોજનાથી ૧૪ ગામોને માથા દીઠ ૭૦ ના બદલે હવે રોજનું ૧૦૦ લીટર પાણી મળશે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જુનાગઢ ૮૬ વિધાનસભા મત વિસ્તારના આંબલીયા, પત્રાપસર, ખલીલપુર, રૂપાવટી, વાણંદીયા, ગોલાધર, વાળાસીમડી, વધાવી, ઝાલણસર, માખીયાળા, મજેવડી, ગલીયાવાડા, વીરપુર અને તલીયાધર વગેરે ગામોની યોજનામાં સમાવેશ કરાવ્યો છે.માખીયાળા ગામે જુનાગઢ વંથલી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ૧૧.૫૦ લાખ લીટરની ક્ષમતાનો સંપ તેમજ ૬.૦૦ લાખ લીટરની ૨૦ મી.ઉચાઈ સાથેની ટાંકી બનાવવામાં આવશે.ગલીયાવાડા ગામમે ૭.૦૦ લાખ લીટરની ક્ષમતાનો સંપ ૩.૫૦ લાખ લીટરની ૨૦ મી.ઉચાઈ સાથેની ટાંકી બનાવવામાં આવશે.આ કામગીરી ૨ વર્ષમાં પુર્ણ ક૨વામાં આવશે.આ યોજનામાં સમાવેશ કરાયેલ તમામ ગામોને પુરતા પ્રેસરથી પાણી આપવામાં આવશે.
આ પ્રસંગે યોગી ભાઈ પઢીયાર મજેવડી જીલ્લા પંચાયતના સદસ્ય, કાંન્તીભાઈ ગજેરા સરપંચ, શારદા બેન ગજેરા ઉપ સરપંચ નિતેશભાઈ ગજેરા અને આજુબાજુ વિસ્તારના ગામોના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્યઓ હાજર રહયા હતા, પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષ, ડી.કે.રાઠોડ નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ વી.એસ.રાઠોડ હાજર રહયા હતા..
ધારાસભ્યએ ૮૬ જુનાગઢ મત વિસ્તારના હાજર રહેલ ગામા જનો અને સરપંચઓને જણાવ્યું ચાલુ વર્ષ ૨૦૨૩–૨૪માં ધારાસભ્યની ગ્રાંન્ટમાંથી ગામની સર્વાગી વિકાસ માટે ગામે ખુટતી સુવિધા હતુ કે ઉપલ્બધ કરવા માટે ગ્રામ જનો અને સરપંચઓ પોતાની માંગણી ધારાસભ્યનું કાર્યાલય જુનાગઢ ખાતે પહોંચતી કરવા જણાવેલ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!