JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૭૬ અરજીઓનો સ્થળ ઉપર સકારાત્મક ઉકેલ લવાયો

તા.૨૫ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમને વીસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વાગત સપ્તાહ ઉજવાઇ રહ્યું છે. જે અંતર્ગત ૨૪ એપ્રિલે રાજકોટ જિલ્લામાં વિવિધ કચેરીઓ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૭૬ અરજીઓનો સ્થળ ઉપર સકારાત્મક ઉકેલ લવાયો હતો.

રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર (દક્ષિણ) મામલતદાર કચેરી ખાતે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકાઓના અધિક કલેકટરશ્રી ઇલાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ૨૨ પ્રશ્નો, પડધરી ખાતે પ્રાંત અધિકારીશ્રી (ગ્રામ્ય) વિવેક ટાંકના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ૧૭૭ પ્રશ્નો, ધોરાજી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૨૮૮ પ્રશ્નો, ગોંડલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ૮૯ પ્રશ્નો રજૂ થયા હતા. આ તમામ પ્રશ્નોનું સ્થળ ઉપર સત્વરે નિરાકરણ કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!