JETPURRAJKOT

શાપર ગામની દીકરીઓ સુરક્ષિત ઘરે પહોંચી શકે તે માટે સમયસર બસ સ્ટોપ પહોંચાડતી “SHE” ટીમ

તા.૨૯ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહિલાઓની સુરક્ષા હેતુ ૨૪ કલાક કાર્યરત રાજકોટ જિલ્લાની “SHE” ટીમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટની મહિલાઓના રક્ષણ માટે “SHE” ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરીને મહિલાઓનું પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે રાજકોટની “SHE” ટીમને પેટ્રોલીંગ દરમિયાન ૩ દિકરીઓ રસ્તા પર પરેશાન દેખાતા ગાડી ઉભી રાખીને પુછપરછ કરી હતી. કિશોરીઓ સાથે સખીની જેમ વાતચીત કરતાં “SHE” ટીમને જાણવા મળ્યું હતું કે, કિશોરીઓ શાપર ગામની વતનીઓ હતી. સાંજનો સમય પણ થઈ ગયો હતો અને ઘરે પરત જવા કોઈ વાહન મળી રહ્યું નહોતું. કિશોરીઓની વાત સાંભળતા જ તેઓ સુરક્ષિત અને સમયસર પોતાના ઘરે પરત ફરી શકે તે માટે “SHE” ટીમે પોતાની ગાડીમાં ત્રણેય કિશોરીઓને બેસાડીને ત્રિકોણ બાગ બસ સ્ટેશને પહોંચાડી હતી. સમયસર મદદ મળતા કિશોરીઓએ હાશકારો અનુભવીને “SHE” ટીમના રોઝીબાનુ, પાયલબેન અને કિરણબેનનો આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!