JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૩ યોજાયો

કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અને મશીનરીથી અવગત થતા ખેડૂતો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અને મશીનરીથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો-૨૦૨૩નો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.વી.ચોવટીયાએ જણાવ્યું હતું કે, કૃષિ વિકાસના પરિણામે આજે આપણે કૃષિ ઉત્પાદન- અનાજોની નિકાસ કરવાની સ્થિતિમાં પહોંચ્યા છીએ.બીજી તરફ ખેતી ક્ષેત્રની સમસ્યાઓને લઈ નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. ખેતી ખર્ચ વધવાથી ખર્ચ ઘટાડવા માટે નવા વિકલ્પ અપનાવ્યા વગર છૂટકો નથી. હાલમાં ખેતીમાં મર્યાદિત ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો નવી ટેકનોલોજી-મશીનરી અપનાવી ખેતી ખર્ચ ઘટાડી શકે છે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી-મશીનરીના દ્રષ્ટાંત આપી ખેડુતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.
કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહમાં ખેડૂતોને સંબોધન કરતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ખેતીને વ્યવસાયક ધોરણે અપનાવવા ખેડૂતોને શીખ આપી હતી આજના સમયમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો-ટેકનોલોજી અપનાવવી પડશે. જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થવાની સાથે કૃષિ વિકાસને નવો વેગ મળી શકે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ટેકાના ભાવોમાં વધારો કરવાની સાથે કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજીનો લાભ ખેડૂતોને લાભ મળે તે માટે અનેક પગલાં ભર્યા છે.
અનુભવની સાથે કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો-વિચારો સાથે રાખીને ખેતી કરવામાં આવશે, તો વધુ સારા પરિણામો મેળવી શકાશે. આ સાથે ધારાસભ્ય એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિકાસ માટેના પ્રયાસો-સંશોધનોને પણ બિરદાવ્યા હતાં.
ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને સંબોધન બાદ કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન-૨૦૨૩ને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રસંગે વિસ્તરણ સંશોધન નિયામક ડો. એચ. એન. ગાજીપરા ગામાના પ્રમુખ ચિંતન પટેલ અને એચ.એન. કાસુન્દ્રાએ પ્રસંગિક સંબોધન કર્યું હતું.આ પ્રસંગે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય ડો. એન.કે.ગોંટીયાએ શાબ્દિક સ્વાગત અને પ્રાધ્યાપક પી.એમ. ચૌહાણ એ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી. રાઠોડ, ડો. વી. કે. તિવારી, ડૉ. પી.પી. ગજ્જર અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!