IDARSABARKANTHA

બીપર જોય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી

સાબરકાંઠા…

બીપર જોય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે.. સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.. નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે અનેક સ્થળે વૃક્ષ ધરાશાઈ તેમજ વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા હતા…

હવામાન વિભાગની આગાહી પૂર્વે સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.. બીપર જોય વાવાઝોડાની અસર જિલ્લાનાં અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે હિમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિતના પંથકમાં મોડી રાત્રે થી ભારે પવન સાથે અવિરત વરસાદ નોંધાયો હતો.. જીલ્લામાં સતત ભારે પવન સાથે વરસાદ વરસ્તા નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં તેમજ ખેતરમાં આવેલ તબેલાની દીવાલ ધરાશાઈ થઈ હતી.. તેમજ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયાં હતાં.. ઉલ્લેખનીય છે કે ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ લોકોને વૃક્ષ તેમજ વીજપોલ થી દુર રહેવા તંત્રએ જાહેર અપીલ પણ કરી હતી…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!