NAVSARIVANSADA

શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રાન્ટેડ વર્ગની મંજૂરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા

શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રાન્ટેડ વર્ગની મંજૂરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ.

શાળાના સ્થાપના 48 વર્ષ બાદ ખુશીનો માહોલ ધોરણ 10 પછીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રવાહ માટે દૂરના વિસ્તારોમાં જવું ન પડે.
ભીનાર વિસ્તારના આજુબાજુના વિધાર્થીઓ માટે ગ્રાન્ટેડ વિજ્ઞાનપ્રવાહની મંજૂરી આર્થિક રીતે આશીર્વાદ સમાન

વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલ શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં નોન ગ્રાન્ટેડ ધોરણે વિજ્ઞાન પ્રવાહ ની મંજૂરી સાથે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની વર્ષ 2022-23 ની શરૂઆત થઈ.વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ની સ્થાપના 1975 માં થઈ હતી ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહની મંજૂરી 1983 માં થઈ હતી તે સમયે પણ વિદ્યાર્થીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.તે સમયે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બે પાળીમાં ચાલતી હતી હાલમાં એક જ પાળીમાં ધોરણ 9 થી 12 ચાલે છે.શાળાના સ્થાપનાના 48 વર્ષ બાદ શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રાન્ટેડ વર્ગની મંજૂરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.
વાંસદા તાલુકાના સેવા સંઘ ભીનાર સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારના આજુબાજુના આદિવાસી તથા સામાન્ય અને મધ્યમ વર્ગના વિસ્તારમાંથી આવતા કેટલાક ગામડાઓના વિદ્યાર્થીઓ માટે એક પણ વિજ્ઞાન પ્રવાહ ન હોવાથી ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓને દૂર ભણવા માટે જવું પડતું હતું તેમજ આર્થિક રીતે પરવડે તેમ ન હતું. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા વિદ્યાથીઓને વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરવાનું ઘણી વખત મુશ્કેલી ઊભી થતી હતી. તેમજ ખાસ કરીને બહેનો માટે વાલીઓ દૂર અભ્યાસ માટે ચિંતિત હતા.ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આગળ ભણી શકતા નથી કે દૂર દૂર સુધીની શાળાઓમાં જવું પડતું હતું જેને ધ્યાનમાં રાખીને મંડળના હોદ્દેદારો અને પ્રમુખ ભરતભાઈ પટેલ, મંત્રી બાબુભાઈ જાદવ અને સભ્ય જયેશભાઈ ગાંવિત ની દીર્ધદ્રષ્ટિ ભરી કામગીરી ને લઈને સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહ ગ્રાન્ટેડ વર્ગની મંજૂરી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.વિદ્યાર્થીઓને દૂર દૂર અભ્યાસ માટે જવું ન પડે તેમજ આર્થિક રીતે બોજો ન પડે. તથા બહેનો માટે સારી હોસ્ટેલની ઉત્તમ સુવિધા પણ મળી રહે તેવી શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં સાયન્સ પ્રવાહમાં વિદ્યાર્થીઓને શાંત વાતવરણમાં અભ્યાસ મળી રહેશે.પોષક વિસ્તારના વાલીઓએ મંડળના હોદ્દેદારો નો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિનોદભાઈ માહલા તથા શાળા પરિવારે તથા વાલીઓએ સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગના તેમજ આદિવાસી વિસ્તારના બાળકોના વિજ્ઞાનપ્રવાહના અભ્યાસ માટે વિજ્ઞાનપ્રવાહની ગ્રાન્ટેડ મંજૂરીને સરકાર તથા શિક્ષણ વિભાગના સરાહનીય કામગીરી ગણાવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!