DHORAJIRAJKOT

આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે આગામી જુલાઈ માસમાં યોજાશે એન.સી.વી.ટી. પેટર્નની પરીક્ષા

તા.૧૪ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઈચ્છુક ખાનગી ઉમેદવાર તરીકે ૨૧ ફેબ્રુઆરી સુધી સંસ્થા ખાતે રૂબરૂ અરજી કરી શકાશે

આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે આગામી જુલાઈ – ૨૦૨૩માં યોજાનાર અખીલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક અરજદારો તાઃ- ૨૧/૦૨/૨૦૨૩, મંગળવાર સુધી આઈ.ટી.આઈ ધોરાજી ખાતે કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી અરજી કરી શકશે.

આ પરીક્ષામાં ડી.જી.ટી. નવી દિલ્હીની નવી ગાઈડલાઈન્સ મુજબ લાયકાત ધરાવતાં સી.ઓ.ઈ.(CoE), જી.સી.વી.ટી.(GCVT), એસ.સી.વી.ટી.(SCVT) પરીક્ષામાં ઉત્તીર્ણ આઈ.ટી.આઈના ભુતપુર્વ તાલીમાર્થીઓ, એન.સી.વી.ટી.(NCVT)ટ્રેડ પાસ એલાઇડ ટ્રેડની પરીક્ષામાં ઉપસ્થિત થવા ઈચ્છતા તથા માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત માન્ય અનુભવ, વય મર્યાદા ધરાવતાં ઉમેદવારો અરજી કરી શકે છે.

ઉમેદવારો પાસે એપ્રેન્ટીસશીપ એકટ હેઠળ નોંધાયેલા એકમો, એપ્રેન્ટીસશીપ પોર્ટલ પર નોંધાયેલા લઘુ, નાના, મધ્યમ કક્ષાના એકમો સરકારી એકમો સ્થાનિક ઓથોરીટી હેઠળના એકમો, ફેકટરી એકટ-૧૯૪૮ હેઠળના શોપ અને એસ્ટાબ્લિસ્ટમેન્ટ એકટ હેઠળ નોંધાયેલા એકમો પૈકી કોઇ પણ એક એકમનો ૩ (ત્રણ) વર્ષનો અનુભવ જરૂરી છે.

ડી.જી.ટી. નવી દિલ્હીની ગાઈડલાઈન્સ મુજબ જે તે સંસ્થા ખાતેના એફીલીએટેડ બેઠકોના ૧૦% કરતાં વધુ અરજીઓ આવે તો પ્રી-ટેસ્ટ લઈ મેરીટમાં આવતા ઉમેદવારોને જ ફાઇનલ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતાની વધુ વિગતો અને માહિતી સંસ્થા ખાતેથી રૂબરૂ મેળવી, જરૂરી શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્ર, નિયત નમુનાની અરજી સાથે રૂબરૂ ઉમેદવારી નોંધાવવા માટે આઈ.ટી.આઈ. ધોરાજીનાં આચાર્યશ્રી કે. વી. વાઘમશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!