GUJARATKUTCHMUNDRA

10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના આંકને વિંધનાર અદાણી એનર્જી ભારતની સર્વ પ્રથમ.ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો, 

આ સીમાચિહ્નરૂપ સિધ્ધિમાં ખાવડા ખાતેના 2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન નાણા વર્ષ-24માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા ઉર્જાના પ્રવાહમાં જોડવામાં આવી .

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

• આ સીમાચિહ્નરૂપ સિધ્ધિમાં ખાવડા ખાતેના 2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન

નાણા વર્ષ-24માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા ઉર્જાના પ્રવાહમાં જોડવામાં આવી

મુન્દ્રા  તા- 03 એપ્રિલ,૨૦૨૪ : ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરુપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન ઉર્જા અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 GW રીન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સિમાચિહ્નરુપ ઉપલબ્ધિ પ્રોત્સાહનના પોરસ પિરસનારી છે. અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાહળા કરશે અને સૌથી મહત્વના એવા હવામાં વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે.અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલવારીની કાર્ય ક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગીગા સ્કેલ ઉપર સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે. અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે.” તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી પરંતુ તેને જમીની હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઉર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઉર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરુપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGELવિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી પરંતુ તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.AGELના પ્રાકૃતિક અને સામાજિક મૂડી વધારવાના સંકલ્પને અનુરૂપ કંપની તેની સમગ્ર કામગીરીમાં ટકાઉ આયામોને અનુસરી રહી છે. સર્વના ભવિષ્યને ટકાઉ ઉર્જા આપવા ઉપર કંપનીનું અટલ લક્ષ્ય યુનાઈટેડ નેશન્સના પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા, યોગ્ય કાર્યશૈલી અને આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ, અભિનવ અભિગમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર સ્ટેવાર્ડશીપ, કચરાનું વ્યવસ્થાપન અને ચક્રાકાર અર્થતંત્ર, જૈવવિવિધતા વ્યવસ્થાપન અને આબોહવા સંલગ્ન પગલા.સાથેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે જોડાયેલું છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે.ભારતના રીન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકોમાં AGELના 10,000 MWના યોગદાન સાથે દેશના રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાના કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11%નું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15% થી વધુ ફાળો આપેે છે. આ સેક્ટરમાં 3,200 થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ગીગા-સ્કેલ વિકાસ માટે બ્લુપ્રિન્ટ પૂૂરી પાડી છે. તેની ઉપલબ્ધિ જોઇએ તો નાણા વર્ષ-16 અને -23માં વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન આગામી મહત્વાકાંક્ષી સિમાચિહ્ન અંતર્ગત વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ હાઇબ્રિડ રીન્યુએબલ એનર્જી ક્લસ્ટર અને રીન્યુએબલ એનર્જી પ્રકલ્પ છે.તમિલનાડુના કામુથી ખાતે 648 મેગાવોટ રાજસ્થાનના જેસલમેરમાં 2,140 મેગાવોટ ગુજરાતના કચ્છમાં ખાવડામાં 30,000 મેગાવોટ ગુજરાતના કચ્છમાં ખાવડા ખાતે વેરાન જમીન પર AGEL વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં આકાર પામી રહેલ આ પ્રકલ્પ પેરિસ કરતા પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો વિરાટ છે.AGELએ કામગીરી આરંભ કર્યાના 12 મહિનામાં 2,000 મેગાવોટની અર્થાત આયોજિત 30,000 મેગાવોટના 6% થી વધુ સંચિત સૌર ક્ષમતા કાર્યરત કરી છે. ખાવડામાં હાલ ઝડપી ગતિએ કામગીરી આગળ ધપી રહી છે, જેમાં AGELઅદાણી ઇન્ફ્રાની પ્રોજેક્ટના અમલીકરણની કાર્ય ક્ષમતાઓ, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ઉત્પાદનની કુશળતા, અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસિસ લિ.ની ઓપરેશનલ શ્રેષ્ઠતા અને અમારા વ્યૂહાત્મક ભાગીદારોની મજબૂત સપ્લાય ચેઇનનો લાભ લઈ રહી છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક છે, જે સ્વચ્છ ઊર્જા સંક્રમણને સક્ષમ કરે છે. AGEL યુટિલિટી સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ વિકસાવે છે, તેની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. 21.8 ગીગાવોટ (GW) સુધી લૉક-ઇન ગ્રોથ ટ્રેજેક્ટરી સાથે, AGEL પાસે હાલમાં 12 રાજ્યોમાં ફેલાયેલ ભારતમાં સૌથી મોટો 10.9 GW નો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. AGEL ને ઘણા સીમાચિહ્નરૂપ પુનઃપ્રાપ્ય ઊર્જા પાવર પ્લાન્ટ વિકસાવવાનો શ્રેય આપવામાં આવે છે. કંપનીએ ભારતના ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને અનુરૂપ 2030 સુધીમાં 45 GW હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. AGEL એ પોસાય તેવી સ્વચ્છ ઉર્જાને મોટા પાયે અપનાવવા સક્ષમ બનાવવાના અનુસંધાનમાં લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE) ઘટાડવા માટે ટેક્નોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. AGELનો ઓપરેટિંગ પોર્ટફોલિયો ‘200 મેગાવોટથી વધુ ક્ષમતાના પ્લાન્ટ્સ માટે વોટર પોઝિટિવ’, ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ પ્રમાણિત છે, જે કંપનીની ટકાઉ વૃદ્ધિને શક્તિ આપવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. મુલાકાત લો: www.adanigreenenergy.com

નોંધ: MNRE ફેબ્રુઆરી 2024 ડેટા મુજબ પવન અને સૌર સંચિત સ્થાપનો ગણવામાં આવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો: રોય પોલ [email protected].

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!