AMRELIJAFRABAD

જાફરાબાદ નજીક એક સિંહણે ચાર વ્યક્તિ પર કર્યો હુમલો

ફોરેસ્ટ વિભાગે ભારે જહેમત બાદ પકડી પાડી

અમરેલી જિલ્લામાં સિંહણ આક્રમણ બની રાતે સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા દિવસે સવારે વનવિભાગ દ્વારા પકડતા જતા 3 કર્મચારીઓ ઉપર હુમલો કર્યો વનવિભાગએ મેગા ઓપરેશન માત્ર 2 કલાકમાં પાર પાડી સિંહણને પાંજરે પુરી દેવામાં સફળતા મળી

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ ખાનગી કંપનીના સિક્યુરિટી ઉપર પ્રથમ સિંહણએ હુમલો કર્યો મોડી રાતની આ ઘટના બાદ સવારે મિતીયાળા વિસ્તારમાં સિંહણ હુમલો કરવા દોડધામ કરતી હતી વનવિભાગને જાણ કરતા જાફરાબાદ રાજુલા વનવિભાગનો મોટો કાફલો દોડ્યો પ્રથમ 2 ટ્રેકરો સિંહણની મુમેન્ટ ચેક કરવા ગયા હતા આ વચ્ચે સિંહણ દ્વારા હુમલો કરી લેતા બંને ટ્રેકરો ઇજાગ્રસ્ત થયા ત્યારબાદ વનવિભાગનો મોટો કાફલો દોડ્યો સિંહણનો ઘેરાવ કર્યો અને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું તો વનવિભાગની ગાડી ઉપર હુમલો કરવા દોટ મુક્તિ અને સિંહણ દ્વારા આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું હતું આ વચ્ચે ડોકટર ટીમ દ્વારા સિંહણને ઇન્જેક્શન મારવાનો પ્રયાસ કરતા વનવિભાગના ડ્રાયવર ઉપર હુમલો કરવા અંદર ઘુસી પકડી બહાર ખેંચ્યો હતો આ ઘટના બાદ વનવિભાગ ચિંતામાં મુકાયું પરંતુ અન્ય કર્મચારીઓ સહિત ફરી જીવના જોખમે નજીક પોહચી ઇન્જેક્શન આપી બે ભાન કરી સિંહણને માત્ર 2 કલાકમાં પાંજરે પુરી દીધી થોડીવાર સિંહણ પાછળ વનવિભાગએ ખૂબ દોડધામ કરી હતી


પાલિતાણા શેત્રુંજી ડીવીઝન ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ કહ્યું રાતે સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો સવારે 9 વાગ્યા આસપાસ અમને મેસેજ મળ્યા સિંહણને કોઈ બીમારી અથવા કોઈ તકલીફ હોય તેવું લાગે એટલે અમારો સ્ટાફ ત્યાં ગયો નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો ત્યારબાદ અમારી રાજુલા જાફરાબાદ ટીમો વેટીનરી ડોકટરોની ટીમ પોહચી ટાઇનકુ લાઈઝ કરી સિંહણને પાંજરે પુરી દીધી દોઢથી બે કલાકમાં પકડી લીધી હાલ સારવારમાં સિંહણ છે અને સિંહણ દ્વારા કુલ 4 લોકો ઉપર હુમલો કર્યો છે હાલ સારવારમાં છે પછી સેમ્પલ ને લઈએ પછી કહી શકાય અત્યારે ન કહી શકાયધા રાસભ્ય હીરા સોલંકીએ કહ્યું મને સિવિલ હોસ્પિટલ માંથી મેસેજ મળ્યા હું તાત્કાલિક હોસ્પિટલમાં ગયો વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો છે તાત્કાલિક આ લોકો એક્સનમાં આવ્યા અને અધિકારીઓને હું બિરદાવુ છું કેમ કે યુવાનો ઉપર હુમલા થયા તેમ છતાં સાહસ કરી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને પછી ઇન્જેક્શન આપી બે હોશ કરી સિંહણને પકડી લીધી છે સિંહણને કઈક માનસિક હોય તેના કારણે હોય શકે ફોરેસ્ટર વિભાગ એ તાત્કાલિક એક્સન લીધા છે એટલે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી

યોગેશ કાનાબાર
રાજુલા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!