ANJARGUJARATKUTCH

ગોપાલનગર પ્રાથમિક શાળામાં ભીમાસર ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ હોંશભેર ઉજવાયો.

2-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- શ્રી ગોપાલનગર પ્રાથમિક શાળાના યજમાન પદે ભીમાસર ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર સ્પર્ધા,વાર્તા કથન(ધો.૧ થી ૫) અને વાર્તા લેખન (ધો.૬ થી ૮)જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર પોતાના કૌશલ્ય – કલા પ્રદર્શિત કરી હતી.આ પ્રસંગે ગોપાલનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જિંદુસિંહ ચૌહાણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સી.આર.સી.કો.ઓ. મહેશભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કુલ ૧૧ શાળાના ૪૨ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે ગોપાલનગર ગામના ઉપસરપંચ,શાળાના એસ.એમ.સી.અધ્યક્ષ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગોપાલનગર શાળા પરિવાર તરફથી બાળકો અને મહેમાનો માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીમાસર ક્લસ્ટરની તમામ શાળાઓના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સાત સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ બી.આર.સી.અંજાર કક્ષાએ સી.આર.સી.ભીમાસરનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો મુળજીભાઈ,વિશાલભાઈ,નેહલભાઈ અને અલ્કાબેનએ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!