DEVBHOOMI DWARKAKALYANPUR

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક અંદાજીત રૂ.૬.૪૪ કરોડના ખર્ચે તાલુકા રમત સંકુલ બનશે

કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ દ્વારા રમત ગમત સંકુલનું ભૂમિપૂજન

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        ભાણવડ નજીક તાલુકા કક્ષાનું રમત સંકુલનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

        દેવભૂમિ દ્વારકા જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે યુવાનોને તક મળે તે માટે મહત્વની એક ભેટ આપવામાં આવી છે. તાલુકા રમત સંકુલ અંદાજીત રૂ.૬.૪૪ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રમત ગમતનું સંપૂર્ણ વાતાવરણ અને રમતવીરોને અવસર મળે તે માટેના માળખાગત સવિધાઓના  ઊભી કરવામાં આવશે.

        આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાણવડ તાલુકા ખાતે તાલુકા કક્ષા રમત ગમત સંકુલ ભૂમિ પૂજન કરી ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છુ. જેના કારણે ભાણવડ તાલુકા સહિત આજુબાજુ વિસ્તારના યુવાનો ખૂબ જ ઉપયોગી નીવડશે.

        વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી  નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે રુચિમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ થકી કારકિર્દી ઘડતર માટે રમત સંકુલોનું નિર્માણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

        મંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે, તાલુકા રમત ગમત સંકુલમાં અનેક રમતો સમાવેશ થશે. જેના થકી યુવાનો રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બનાવવામાં આવનાર આ તાલુકા રમત સંકુલમાં ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેન્જ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ જેમાં જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા , ટેકવાંડો, અને જુડો જેવી રમતો માટે ઉપયોગી થશે. તેમજ વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રીકલ રૂમ બનાવવામાં આવશે. જ્યારે બાહ્ય રમતો માટે વોલીબોલ કોર્ટ, ખો – ખો કોર્ટ, અને કબડ્ડી કોર્ટ બનાવવામાં આવશે.

        આ ભૂમિપૂજન પ્રસંગે  જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી હિતેશ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી નવીન બૈડીયાવદરા, મામલતદારશ્રી એ.પી.ચાવડા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, હમીરભાઇ કનારા, વી. ડી.મોરી, ચેતનભાઈ રાઠોડ, અજયભાઈ કારાવદરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!