JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને ૧૮ માસની જેલ અને રૂ.૩,૦૭,૯૯૫નો દંડ

18 માર્ચ 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સો.ના સભાસદ પ્રફુલ જાદવજી પરમારે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો. આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીની ગેરહાજરીમાં ૧૮ માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૩,૦૭,૯૯૫ નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના ડી.એસ.પી.ને મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા,હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!