JUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાનાં સરસઇ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કુમકુમ તિલક કરી ગ્રામજનો દ્વારા સ્વાગત

જનકલ્યાણલક્ષી યોજનાનાં લાભાર્થીને લાભ વિતરીત કરાયા : મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી નિકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વિસાવદરનાં સરસઇ ગામે ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી હતી.
આ પ્રસંગે સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યુ કે, ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યુ છે. જનકલ્યાણકારી ૧૭ જેટલી યોજનાઓને આવરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પહોંચીને યોજનાનાં લાભોથી વંચિત અંત્યોદને વિકાસની ધુરામાં સહભાગી બનાવવામાં સિધ્ધ રહ્યો છે, આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે. સાથે આગામી ૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનાં અયોધ્યા ખાતે નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે ગામને સ્વચ્છ અને ગામનાં ધાર્મિક મંદિરોને સ્વચ્છતા રાખવા માટે આહવાન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન કિરીટભાઇ પટેલે ઉપસ્થિત સરસઇ ગામનાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સુદ્રઢ આયોજન અંતર્ગત આજે સરસઇ ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આવી છે, ત્યારે ગામનાં એકપણ ગ્રામજન કલ્યાણકારી યોજનાથી વંચિત ના રહે તેની સૈાએ તકેદારી રાખી યોજનાઓની જાણકારી મેળવવા જણાવ્યુ હતુ. અને જૂનાગઢ જિલ્લામાં સહકારી બેંક માળખાનાં વિસ્તૃતિકરણની વિગતો રજુ કરી હતી.
પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ પ્રાકૃતિક ખેતિ તરફ વળવા ખેડુતોને જણાવી રાસાયણિક દવા-ખાતર યુક્ત ખેત ઉત્પાદનોની બાબતે વિગતે વાત કરી હતી. જિલ્લા પંચાયતનાં સદસ્ય વિપુલભાઇ કાવાણીએ આમંત્રીત મહાનુભાવોને આવકારી પ્રધનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાંગી વિકાસની જનકલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શન દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી અને સહાય કરવામાં આવી હતી. તેમજ વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. મહાનુભાવોનાં હસ્તે સફળ મહિલા, તેજસ્વી વિદ્યાર્થી, ગ્રામિણ કલાકારનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું. સરસઇ ગ્રામ પંચાયતને નલ સે જલ-વાસ્મો યોજનના સફળ અમલીકરણ માટે અભિનંદન પત્ર આપવામાં આવ્યો હતો. જે ગામનાં સરપંચ ચેતનભાઇ દુધાતે સ્વીકાર્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના  લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ  વિવિધ યોજનાના  લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મિશનમંગલમ ગ્રુપની બહેનો દ્વારા પ્રાકૃતિક કૃષિ લક્ષી લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું  હતું. આ તકે  પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત તબીબી પરીક્ષણ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં સદસ્યા સુશ્રી મધુબેન વિરેન્દ્રભાઇ સાવલીયા, તાલુકા પંચાયતનાં પ્રમુખ સુશ્રી રેખાબેન સોમાતભાઇ સરસીયા, તાલુકા પંચાયતનાં સદસ્ય નિતિનભાઇ કપુરીયા, કાંતિભાઇ સાવલીયા, પ્રવિણભાઇ સાવલીયા, જયરાજ વિકમા, અશ્વિન સરધારા, અગ્રણી હરીભાઇ રીબડીયા, ચંદુભાઇ મકવાણા, બચુભાઇ સિસોદિયા, ચંપાબેન સાવલીયા, તાલુકા વીકાસ અધિકારી સુશ્રી જોષી વાસ્મો યોજનાનાં નોડલ નાયબ મેનેજર શૈલેષ પંડીત, ગ્રામ પંચાયતનાં હોદેદારઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત અગ્રણીઓએ સરસઇ ગામનાં પ્રાચિન તિર્થભુમિ ભૈરવદાદાનાં મંદિર પરિસરની સફાઇ કરી હતી. સરસઇ ગામનાં યુવાનોએ સાંસદને પુષ્પાહાર અને શાલથી સન્માનિત કર્યા હતા.
ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખેતી પાકમાં ડ્રોનનું લાઇવ નિદર્શન દ્વારા ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે ગ્રામજનોએ સૈાએ લાઈવ નિદર્શન નિહાળ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!