ABADASAKUTCH

યુવાનો નેશનલ સ્પર્ધા તેમજ ભરતીઓ માટે તૈયાર થાય તે હેતુ થી ક્ષત્રીય મહાસંમેલન અબડાસા દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું

24-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

સ્ટોરી બાય :- રમેશભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ

અબડાસા કચ્છ :- નલિયામાં રમતના માધ્યમ થી સમગ્ર ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાય તેમજ ભવિષ્યમાં યુવાનો નેશનલ સ્પર્ધા તેમજ ભરતીઓ માટે તૈયાર થાય એ હેતુ થી ક્ષત્રીય મહાસંમેલન અબડાસા દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં દરેક રમતો તેમજ કેટેગરી રાખવામાં આવી હતી ૧૦૦/૨૦૦/૪૦૦/૮૦૦/૧૬૦૦ તેમજ ૫૦૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ,ગોળા ફેંક,બરછી ફેંક,ચેસ, કબ્બડી વગેરે સપ્રધાઓમાં અલગ કેટેગરી ઉમર પ્રમાણે રાખવામાં આવી હતી જેમ કે under ૧૪, ૧૯ અને ઓપન કેટેગરી રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટોટલ ૩૧૦ જનાં એ ભાગ લીધો હતો. જે દરેક ને સમિતિ વતી ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. આ સિવાય વિજેતા ખેલાડી, જેઓ પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય આવેલ હતા તે બધા ને ટ્રોફીઓ પણ આપવામાં આવી હતી. તમામ ટ્રોફી તેમજ મેડલાના દાતા શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા હતા. જેઓ ઈનામ વિતરણ સમયે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભોજન ની વ્યયસ્થા કરવામાં આવી હતી જેના દાતા તરીકે શ્રી કારુભા વેલૂભા જાડેજા જખૌ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સિવાય રોકડ દાતા તરીકે જાડેજા ગોપાલસિંહ,અજીતસિંહ ,જયદીપસિંહ,નરેન્દ્રસિંહ,કિશોરસિંહ, લખધિર્સિંહ,તેમજ અન્ય નામી અનામી દાતાઓ તેમજ અન્ય સમાજમાંથી પણ વિહાભાઇ રબારી, રમેશ ભાનુશાલી તરફથી આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યકર્મ ના રેફરી તેમજ નિર્ણાયક તરીકે કિશોરસિંહ જાડેજા વાંકુ રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા મરીન કમાન્ડો કર્યું હતું. બધા જ ખેલાડીનું રજિસ્ટ્રીન યુવરાજસિંહ તેમજ વિક્રમસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ સમિતિના બધા જ કાર્યકરોનો પણ સાથ સહકાર મળ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!