BHUJKUTCH

હનીટ્રેપના બનાવમાં ૨(બે) આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંન્ય પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ

૭-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- નખત્રાણા પોસટેમા ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ – ૩૦૬,૩૮૯, ૧૨૦(બી)૩૪ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ ગુનાના આરોપીઓએ ભેગા મળી એકસંપ થઈ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ(આહીર) રહે.ઢોરી તા.ભુજ વાળા પાસેથી રૂપીયા ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી આયોજન પૂર્વક મીત્રતા કેળવી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ(આહીર) સાથે ડ્રાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માંગણી કરતાં દિલીપભાઈને મરવા માટે દુસ્પ્રેરણ કરેલ જે બાબતનો ગુનો દાખલ થયેલ.ગુના ને ધ્યાનમાં રાખીને જે પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા તથા પો.સબ.ઇન્સ. ટી.બી.રબારી નાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના માણસો દ્વારા આરોપીઓની શોધખોળ કરેલ.તે દરમ્યાન આરોપી અજીજ સાલેમામદ સમા(ઉ.વ.૩૦)રહેલપુરાઈ ચાર રસ્તા,જી.ઈ.બી. ની બાજુમાં, ભુજ વાળા તથા આરોપણ બહેન દિવ્યા અશોકભાઇ ચૌહાણ (ઉ.વ.રર) રહે જીવરાજ મહેતા હોસ્પીટલની બાજુમાં, ચામુડા નગર શેરી નં.૪, અમદાવાદ શહેર વાળાને ઉપરોક્ત ગુના કામે અટક કરવામાં આવેલ છે. તેમજ બાકી આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ તેમજ તપાસ ચાલુમાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!