KHERGAMNAVSARI

ખેરગામમાં વિવિધ ફળિયામાં ગટર,બોર હેન્ડપમ્પ, રસ્તા પ્રોટેક્શનવોલ સહિતના કામો સરપંચ ઝરણાબેન પટેલ હસ્તે ખાતમુહૂર્ત

ખેરગામ ગામમાં 15માં નાણાંપંચમાં 23.20 લાખના ખર્ચે 20 જેટલા વિકાસના કામો મંજુર થતા અલગ અલગ ફળિયામાં હેન્ડપમ્પ,બોર,ગટર,પ્રોટેકશન વોલ સહિતના કામો હાથ ધરવામાં આવતા સ્થાનિક ફળિયાના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ ફળિયાઓમાં 15 માં નાણાંપંચની ગ્રાન્ટમાં મંજુર થયેલા 23.20 લાખના ખર્ચે ગામમાં હેન્ડપંપ-બોર અને ગટર સહિતના કામ સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરી હાથ ધરવામાં આવ્યા હતા.ખાખરી ફળિયામાં બે જગ્યાએ હેન્ડપંપ અને બોર મોટર અને પાણીની ટાંકીનું કામ હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી,એજ રીતે ગામના મિશન ફળિયા,સૈયદ વાડી,વેણ ફળિયા,દાદરી ફળિયા,પોમાપાળ ફળિયા,સરસિયા,દાદરી ફળિયા,બંધાડ ફળિયામાં હેન્ડપમ્પ,બોર,ગટર સહિતના 20 જેટલા કામો મંજુર થયા હતા,જ્યારે આસ્થા હોસ્પિટલ પાસે આવેલા તળાવની પાળ ઉપર પ્રોટેક્શન વોલનું કામ મંજુર કરવામાં આવ્યું હતું.સરપંચ ઝરણાબેન પટેલના જણાવ્યા મુજબ 15માં નાણાંપંચમાં બોર,હેન્ડપમ્પ, મીટર,પ્રોટેક્શન વોલ અને ગટર માટે 23.20 લાખના ખર્ચે અલગ અલગ જગ્યાએ 20 જેટલા કામો માટે મંજૂરી મળતાં તેમાં મોટાભાગના કામો હાથ ધરવામાં આવ્યા હતા.જ્યારે ગામમાં અલગ અલગ જગ્યાએ પેવર બ્લોક અને ડામર રસ્તાના કામો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!