NAVSARI

વાંસદા અને ગણદેવી મતવિસ્તારના પ્રિસાઇડીંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરો માટે યોજાયા તાલીમ વર્ગ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેના  માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૬ વલસાડ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નવસારીની  ૧૭૭ વાંસદા મતવિભાગ માટે પ્રતાપ હાઈસ્કૂલ ખાતે  પ્રિસાઈડીંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ જ્યારે ૨૫ નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ  ૧૭૬ ગણદેવી મતવિભાગના પ્રિસાઈડિંગ અને  આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સ માટે એમ. આર. દેસાઈ કોલેજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની રાહબરી હેઠળ આજરોજ તાલીમ વર્ગો યોજાયા હતા.આ તાલીમ વર્ગમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ રૂબરૂ મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડિંગ અને  આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્સાહન વધાર્યું હતું. તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. આ સાથે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી.
તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ કેળવવામાં આવી હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.
પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!