GODHARAPANCHMAHAL

રાજ્યના એસટી ડેપોમાં વેચાતાં પાણી સહિતના ખાધ પદાર્થોની ગુણવત્તાની તપાસ કરાવવા સરકારમાં રજુઆત

ઉનાળાની સીઝનમાં પાણી, ઠંડા પીણાં જેવાં પદાર્થોનો વપરાશ વધે છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે તેથી ચીજોની ગુણવત્તાની તપાસ થવી જોઈએ: દિનેશ બારીઆ
➖➖➖➖➖➖
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આજ રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રી પંચમહાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઇ મેલ મારફતે એક રજુઆત કરી છે કે,
હાલ ઉનાળાની સીઝન છે ગરમી અને તાપમાનનું પ્રમાણ પણ વધુ હોય જેથી પીવાનું પાણી, શેરડી/કેરી રસ, છાસ, સરબત, લસ્સી, આઇસ્ક્રીમ, ઠંડા પીણાં વગેરેનું ધુમ વેચાણ અને વપરાશ થતો હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના બસ સ્ટેન્ડ ઉપર દુકાનો તથા ફેરીયાઓ મારફતે આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને મુસાફરોની સંખ્યા પણ સતત હોવાથી આવી ચીજ વસ્તુઓ સરળતાથી વેચાય જાય છે. પરંતુ આવી ચીજ વસ્તુઓની ગુણવત્તા બાબતે લોકોની આશંકાએ રહે છે, ઘણી જગ્યાએ ફેરીયાઓ દ્વારા બોટલમાં વેચાતું ઠંડું પાણી પેકિંગ માં જોવા મળતું નથી તથા સાદું પાણી ભરી બોટલને ગુંદર કે ગમ દ્વારા ઢાંકણ પેક કરી વેચવામાં આવે છે તેવું પણ જાણવા મળે છે. તથા ખાદ્ય પદાર્થો જેવા કે સમોસા, ભજીયાં, ગાંઠીયા , જલેબી, પડીકાં વગેરે પણ ફેરીયાઓ દ્વારા વેચવામાં આવે છે તેની પણ ગુણવત્તા જોવા મળતી નથી.
આવી ચીજ વસ્તુઓ ખાસ કરીને સામાન્ય જનતા ખરીદવા મજબુર બને છે અને તેનો ઉપયોગ કરે છે તેથી તેઓ અને તેમના બાળકો બીમારીનો ભોગ બને છે. તો લોકોના સ્વાસ્થ્ય સંબંધી આ બાબત છે તેથી ગુજરાતના તમામ બસ સ્ટેન્ડ પર વેચાતી ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ અરજી દ્રારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!