HIMATNAGARIDARSABARKANTHA

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ યોજાઇ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ યોજાઇ

******

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ ટાઉન હોલ,હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ તાલીમમાં ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં કુલ ૧૬ એસએસટી, આઠ વીએસટી, ચાર વીવીટી,૧૩ એફએસટી અને ચાર એકાઉન્ટીંગ ટીમોનો સમાવેશ થાય છે. આ તાલીમમાં વિવિધ ટીમોને કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ તાલીમમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!